પ્લાસ્ટિક સર્જરી કરાવી હોવાની અફવા પર હસવું આવે છે રાજકુમાર રાવને

26 March, 2023 05:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે ૨૦૧૦માં આવેલી ‘લવ સેક્સ ઔર ધોકા’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી

રાજકુમાર રાવ

રાજકુમાર રાવે જણાવ્યું છે કે મેં પ્લાસ્ટિક સર્જરી કરાવી છે એવી અફવા પર મને હસવું આવી જાય છે. તેણે ૨૦૧૦માં આવેલી ‘લવ સેક્સ ઔર ધોકા’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. અગાઉ તેણે જણાવ્યું હતું કે મને મારી હાઇટ, લુક અને બિલ્ડને કારણે રિજેક્ટ કરવામાં આવતો હતો. એક વખત તો તેને તેની આઇબ્રોને કારણે રિજેક્ટ કરવામાં આવ્યો હતો. તે ‘મિસ્ટર ઍન્ડ મિસિસ માહી’ અને ‘શ્રી’માં દેખાવાનો છે. તેની ‘ભીડ’ હાલમાં રિલીઝ થઈ છે. એના પ્રમોશન દરમ્યાન તેને પૂછવામાં આવ્યું કે ‘શું તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે?’ એનો જવાબ આપતાં રાજકુમાર રાવે કહ્યું, ‘નહીં ભૈયા. કોઈ પ્લાસ્ટિક સર્જરી નથી કરાવી. આવું સાંભળીને હસવું આવી જાય છે. લોકો તો વાતો કર્યા કરે.’

entertainment news bollywood news bollywood gossips bollywood rajkummar rao