કરણ જોહર સાથે હું પ્રોફેશનલ અને પર્સનલ લાઇફને મિક્સ નથી કરતો : રિતેશ દેશમુખ

06 October, 2022 03:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરણ જોહર તેના ધર્મા પ્રોડક્શન્સના માધ્યમથી અનેક ફિલ્મો બનાવે છે

રિતેશ દેશમુખ, કરણ જોહર

રિતેશ દેશમુખનું કહેવું છે કે કરણ જોહર તેનો બેસ્ટ ફ્રેન્ડ છે, પરંતુ તેની સાથે તે પ્રોફેશનલ અને પર્સનલ લાઇફને મિક્સ નથી કરતો. કરણ જોહર તેના ધર્મા પ્રોડક્શન્સના માધ્યમથી અનેક ફિલ્મો બનાવે છે. કરણ સાથેની ફ્રેન્ડશિપને લઈને રિતેશે કહ્યું કે ‘કરણ જોહર મારો બેસ્ટ ફ્રેન્ડ છે. તે મારો ડિયરેસ્ટ ફ્રેન્ડ છે. જોકે અમે કદી પણ અમારી ફ્રેન્ડશિપને કામ સાથે મિક્સ નથી કરી. તેની સાથે મારી ફ્રેન્ડશિપ એટલા માટે નથી કે મને તેની સાથે કામ કરવાની તક મળે.’

entertainment news bollywood news bollywood gossips bollywood riteish deshmukh karan johar