પોતાની જાત સાથે સ્પર્ધામાં ઊતરવું નથી ગમતું : ટાઇગર શ્રોફ

11 April, 2023 03:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટાઇગર શાનદાર ઍક્શન માટે જાણીતો છે.

ટાઇગર શ્રોફ

ટાઇગર શ્રોફને પોતાની સાથે સ્પર્ધા કરવાનું નથી ગમતું. ટાઇગર ‘ગનપત’માં ક્રિતી સૅનન સાથે દેખાવાનો છે. આ ફિલ્મ દશેરા દરમ્યાન વીસ ઑક્ટોબરે હિન્દી, તામિલ, તેલુગુ અને મલયાલમમાં રિલીઝ થવાની છે. ટાઇગર શાનદાર ઍક્શન માટે જાણીતો છે. તો સાથે જ અક્ષયકુમાર સાથે તે ‘બડે મિયાં છોટે મિયાં’માં દેખાવાનો છે. આ ફિલ્મ આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે. ટાઇગરે પોતાના શર્ટલેસ ફોટો શૅર કર્યા છે. એમાં તેની ઍબ્સ પણ દેખાઈ રહી છે. આ ફોટોને ટ્વિટર પર શૅર કરીને ટાઇગરે ટ્વીટ કર્યું કે ‘મને પોતાની સાથે કૉમ્પિટિશન કરવાની નફરત છે. દરરોજ પોતાની જાત સાથે જ મારી લડાઈ હોય છે.’

entertainment news bollywood news bollywood gossips bollywood tiger shroff