26 March, 2026 10:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ગઈ કાલે અનિલ કપૂરની પત્ની સુનીતા કપૂરની ૬૧મી વર્ષગાંઠ હતી. આ ખાસ અવસર પર દીકરી સોનમ કપૂર તેમ જ પરિવાર અને મિત્રોએ તેને શુભેચ્છાઓ પાઠવી છે. સોનમે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં મમ્મી સાથેની કેટલીક સુંદર તસવીરો શૅર કરી અને તેને દુનિયાની સૌથી સારી મા કહીને અભિનંદન આપ્યાં. તેણે લખ્યું કે ‘મારી મા ખૂબ ખાસ છે અને તે કૃપા, શક્તિ અને પ્રેમનું પ્રતીક છે. તમે અમને હંમેશાં સ્નેહ અને શાંતિપૂર્ણ શક્તિથી જોડીને રાખ્યા છે. હું મારા દરેક કામમાં તમને યાદ કરું છું. દુનિયાની સૌથી પ્રેમાળ મા, હૅપી બર્થ-ડે.’
આ દિવસે પત્નીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં અનિલ કપૂરે લખ્યું, ‘આ તારો દિવસ છે, પરંતુ મારા માટે પણ હંમેશાં ખાસ રહેશે.’