પર્ફેક્શનિસ્ટ બનવાથી પોતાને કોષો દૂર માને છે એસ. એસ. રાજામૌલી/ માઇલો

08 May, 2022 02:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમણે બનાવેલી ‘બાહુબલી’ની સિરીઝે લોકોમાં ક્રેઝ જગાવ્યો હતો અને સાથે જ થોડા સમય પહેલાં રિલીઝ થયેલી ‘RRR’એ પણ ઇતિહાસ રચ્યો છે

એસ. એસ. રાજામૌલી

ફિલ્મમેકર એસ. એસ. રાજામૌલીનું કહેવું છે કે તે પોતાને પર્ફેક્શનિસ્ટ બનવાથી ખૂબ દૂર માને છે. તેમણે બનાવેલી ‘બાહુબલી’ની સિરીઝે લોકોમાં ક્રેઝ જગાવ્યો હતો અને સાથે જ થોડા સમય પહેલાં રિલીઝ થયેલી ‘RRR’એ પણ ઇતિહાસ રચ્યો છે. ફિલ્મ બનાવતી વખતે રાજામૌલી ઘણો સમય લે છે એથી લોકો તેમને પર્ફેક્શનિસ્ટ ગણે છે. એ વિશે એસ. એસ. રાજામૌલીએ કહ્યું કે ‘લોકો મને પર્ફેક્શનિસ્ટ તરીકે ઓળખાવે છે, કારણ કે હું એક ફિલ્મ બનાવવામાં ઘણો સમય લઉં છું. જોકે હું પોતાને એ શબ્દથી કોષો દૂર માનું છું. તમે પર્ફેક્ટની નજીક હોઈ શકો છો, પરંતુ પર્ફેક્ટ નથી બની શકતા.’

"મેં જ્યારે મારી પહેલી ફિલ્મ ‘સ્ટુડન્ટ નંબર 1’ બનાવી તો મને એ સમયે ક્રેન (કૅમેરા ક્રેન) ચલાવતાં પણ નહોતું આવડતું. સાથે જ મને આજે પણ એની જાણ નથી કે મને જે જોઈએ છે એ કયા શૉટમાંથી મને મળશે." : એસ. એસ. રાજામૌલી

entertainment news bollywood bollywood news ss rajamouli s.s. rajamouli