હજી ઘણુંબધું મેળવવાની ઇચ્છા છે હુમાને

09 August, 2021 11:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોતાની ફિલ્મી જર્ની વિશે હુમાએ કહ્યું હતું કે ‘હું આભારી છું અને ખુશ પણ છું. મને લાગે છે કે મારે હજી ઘણુંબધું મેળવવાનું બાકી છે.’

હુમા કુરેશી

હુમા કુરેશીને કરીઅરમાં હજી ઘણુંબધું મેળવવાની ઇચ્છા છે. તેણે ૨૦૧૨માં ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’થી બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ તેણે ‘ડી ડે’, ‘બદલાપુર’ અને ‘જૉલી એલ.એલ.બી. 2’માં પણ કામ કર્યું હતું. સાથે જ તે વેબ-સિરીઝ ‘લીલા’ અને ‘મહારાની’માં પણ જોવા મળી હતી. હવે તેની અક્ષયકુમાર સાથેની ‘બેલ બૉટમ’ પણ ૧૯ ઑગસ્ટે રિલીઝ થવાની છે. પોતાની ફિલ્મી જર્ની વિશે હુમાએ કહ્યું હતું કે ‘હું આભારી છું અને ખુશ પણ છું. મને લાગે છે કે મારે હજી ઘણુંબધું મેળવવાનું બાકી છે.’
સ્પાય ફિલ્મો વિશે હુમાએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે જાસૂસી ફિલ્મો પ્રતિ આકર્ષણ વધુ હોય છે. એથી મારું માનવું છે કે એ યુવા વર્ગના દર્શકોને પસંદ પડે છે. આ એવા પ્રકારની ફિલ્મ છે જે મોટી વયના લોકોની સાથે જ સ્ટાઇલના સંદર્ભમાં યુવા પેઢીને સુસંગત રહેશે. એથી મને લાગે છે કે દરેક માટે એમાં કંઈક ને કંઈક હશે.’

bollywood news bollywood gossips bollywood huma qureshi