હુમા કુરૈશી અને ફિયૉન્સે રચિત સિંહે કરી લીધું લગ્નનું પ્લાનિંગ?

07 May, 2026 05:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હુમા કુરૈશી અને તેના ફિયૉન્સે રચિત સિંહે હંમેશાં પોતાના સંબંધને લાઇમલાઇટથી દૂર રાખ્યો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં હુમા અને રચિતે અમેરિકામાં સગાઈ કરી હતી. હવે આ જોડી આ વર્ષે લગ્ન કરવા તૈયાર છે અને લગ્નની તૈયારીઓ પહેલેથી જ શરૂ થઈ ગઈ છે એવી ચર્ચા છે.

હુમા કુરૈશી અને ફિયૉન્સે રચિત સિંહે કરી લીધું લગ્નનું પ્લાનિંગ?

હુમા કુરૈશી અને તેના ફિયૉન્સે રચિત સિંહે હંમેશાં પોતાના સંબંધને લાઇમલાઇટથી દૂર રાખ્યો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં હુમા અને રચિતે અમેરિકામાં સગાઈ કરી હતી. હવે આ જોડી આ વર્ષે લગ્ન કરવા તૈયાર છે અને લગ્નની તૈયારીઓ પહેલેથી જ શરૂ થઈ ગઈ છે એવી ચર્ચા છે. એક રિપોર્ટ અનુસાર હુમા અને રચિત ઑક્ટોબરના અંતમાં અથવા નવેમ્બરમાં લગ્ન કરવાનો વિચાર કરી રહ્યાં છે. જોકે હજી સુધી સત્તાવાર ડેટ જાહેર થઈ નથી.

હુમા અને રચિત સાદાઈથી નજીકના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં લગ્ન કરશે અને પછી ઇન્ડસ્ટ્રીના લોકો માટે એક ભવ્ય રિસેપ્શન આપશે. હાલમાં તો આ બધાં ફંક્શન્સ મુંબઈમાં જ કરવાનું પ્લાનિંગ છે.

કોણ છે રચિત સિંહ?
રચિત સિંહ બૉલીવુડમાં અૅક્ટિંગ કોચ તરીકે કામ કરે છે. તે આલિયા ભટ્ટ, રણવીર સિંહ, વિકી કૌશલ જેવા સ્ટાર્સ સાથે કામ કરી ચૂક્યો છે. 
વેબ-સિરીઝ ‘કર્મા કૉલિંગ’ અને ફિલ્મ ‘થમ્મા’થી તેણે અૅક્ટિંગ ફીલ્ડમાં પણ એન્ટ્રી મારી છે.

bollywood buzz bollywood news huma qureshi bollywood gossips bollywood entertainment news celebrity wedding