હ્રિતિક અને દીપિકા સત્તે પે સત્તાની રીમેકમાં પહેલી વાર સાથે જોવા મળશે

10 July, 2019 01:25 PM IST  |  મુંબઈ ડેસ્ક

હ્રિતિક અને દીપિકા સત્તે પે સત્તાની રીમેકમાં પહેલી વાર સાથે જોવા મળશે

હ્રિતિક રોશન અને દીપિકા પાદુકોણ દેખાશે એક સાથે

હ્રિતિક રોશન પોતાની ફિલ્મ સુપર 30ને કારણે ચર્ચામાં છે. 12 જુલાઇના ફિલ્મ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની સાથે જ હવે હ્રિતિક રોશન અને દીપિકા પાદુકોણના નામની પણ ચર્ચાઓ થઈ રહી છે. હકીકતે બન્ને ટૂંક સમયમાં જ એક સાથે ફિલ્મમાં કામ કરતાં જોવા મળશે.

એક રિપોર્ટ પ્રમાણે દીપિકા અને હ્રિતિક રોશન, ફરાહ ખાનની આગામી ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં સત્તે પે સત્તાની રીમેક છે. સત્તે પે સત્તાની રીમેકનું પ્રૉડક્શન રોહીત શેટ્ટી કરી રહ્યો છે. છેલ્લે આ ફિલ્મ માટે શાહરુખ ખાન, સલમાન ખાન અને અક્ષય કુમારનું નામ સામે આવ્યું હતું પણ છેલ્લે ફાઇનલ લિસ્ટમાં હ્રિતિક રોશનનું નામ આવ્યું છે.

ફરાહ ખાન અને રોહિત શેટ્ટીએ આ ફિલ્મમાં દીપિકા પાદુકોણનો કાસ્ટ કરવા માગે છે. તેનું કારણ એ છે કે દીપિકા સત્તે પે સત્તામાં હેમામાલિનીના રોલ માટે પર્ફેક્ટ છે. બીજું કારણ એ છે કે હેમામાલિનીની સુંદરતા પણ દીપિકા પાદુકોણ પડદા પર સારી રીતે દર્શાવી શકે છે. બન્ને સ્ટાર્સ ફિલ્મમાં આવવાની ચર્ચા ફાઇનલ થશે તો આ દર્શકો તેમજ ચાહકો માટે ટ્રીટ સમાન હશે, કારણ કે પહેલી વાર એવું થશે જ્યારે હ્રિતિક રોશન સાથે દીપિકા પાદુકોણની જોડી દેખાશે.

દીપિકા પાદુકોણ તાજેતરમાં રણવીર સિંહ સાથે ફિલ્મ 83ની શૂટિંગમાં વ્યસ્ત છે. તેની સાથે જ દીપિકા ફિલ્મ છપાકમાં જોવા મળશે. હ્રિતિક રોશન ફિલ્મ સુપર 30ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મ 12 જુલાઇના રોજ રિલીઝ થવાની છે ત્યાર પછી હ્રિતિક રોશન અભિનેતા ટાઇગર શ્રોફ સાથે એક્શન ફિલ્મમાં દેખાશે.

આ પણ વાંચો : આ અભિનેત્રીઓએ ક્યારેય નથી છુપાવી પોતાની ગર્ભાવસ્થા, જુઓ હોટ તસવીરો

ઉલ્લેખનીય છે કે સુપર 30 દ્વારા હ્રિતિક લગભગ અઢી વર્ષ પછી પડદા પર દેખાવાનો છે. 2017ના જાન્યુઆરીમાં તેની ફિલ્મ કાબિલ રિલીઝ થઈ હતી, જે બૉક્સ ઑફિસ પર સુપર હિટ રહી હતી. ત્યાર બાદ હ્રિતિકે સુપર 30 સિવાય અન્ય કોઈ ફિલ્મ સાઇન કરી નથી અને માત્ર સુપર 30 પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

bollywood bollywood news bollywood events bollywood gossips hrithik roshan deepika padukone