હ્રિતિક રોશનની Super 30નુ કલેક્શન સુપર વધ્યું

14 July, 2019 09:37 PM IST  | 

હ્રિતિક રોશનની Super 30નુ કલેક્શન સુપર વધ્યું

સુપર 30માં હ્રિતિક રોશન

બોલીવુડ અભિનેતા હ્રિતિક રોશનની ફિલ્મ Super 30એ બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરી હતી. પહેલા દિવસે સામાન્ય શરૂઆત કર્યા પછી ફિલ્મના બીજા દિવસે પણ ફિલ્મે સારૂ કલેક્શન કર્યું હતું. સુપર 30એ પહેલા દિવસે 11.83 કરોડ રૂપિયાના કલેકશન સાથે સિલ્વર સ્ક્રિન પર સારુ ઓપનિંગ મેળવ્યું હતું. જો કે ફિલ્મ પ્રિડિક્શન કરતા સુપર 30એ ઓછી કમાણી કરી હતી. કન્ટેન્ટ બેઝ્ડ ફિલ્મ માટે આ સારી ઓપનિંગ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

અનંત કુમારની સ્ટોરી પર બેઝ્ડ ફિલ્મ સુપર 30એ બીજા દિવસે પણ સારી કમાણી કરી છે. રિપોર્ટ્સ અનુસાર ફિલ્મે ઓપનિંગ ડે કરતા વધારે કલેક્શન મેળવ્યું છે. સુપર 30એ બીજા દિવસે 18.29 કરોડની કમાણી કરી હતી. સુપર 30એ દિવસના અંતે કુલ 30.02 કરોડની કમાણી કરી છે. દર્શકોને હ્રિતિકની ફિલ્મ ખૂબ જ પસંદ પડી છે. ફિલ્મને મળી રહેલા આવકારને જોતા કહી શકાય કે ફિલ્મ વીકેન્ડમાં પણ સારી કમાણી કરશે. આ શુક્રવારે બીજી કોઈ મોટી ફિલ્મ પણ નથી રિલીઝ થઈ રહી. જેનો ફાયદો સુપર 30ને મળશે. ફિલ્મનું બજેટ 85 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: URI જોયા પછી નેવીમાં જોડાયો એક વ્યક્તિ, વિકી કૌશલે શેર કરી આ નોટ

ફિલ્મના પહેલા ભાગને ઘણી વખાણવામાં આવી રહી છે. આ સાથે જ દરેક ઘરની એક સચ્ચાઈ દર્શાવવામાં આવી છે. ફિલ્મ સુપર 30ના શરુઆતી ભાગમાં આનંદ કુમારના કોલેજ જીવનને દર્શાવવામાં આવ્યું છે. હ્રિતિકની ફિલ્મ સુપર 30 બિહારના ગણિતના આનંદ કુમારના જીવન પર આધારિત છે. ફિલ્મમાં આનંદ કુમારની ભૂમિકા હ્રિતિકે નિભઆવી છે. ફિલ્મને વિકાસ બહલે ડાયરેક્ટ કરી છે.

box office hrithik roshan gujarati mid-day