જીમમાં બૉલિવૂડ ગીત પર હૃતિક રોશને કર્યા ગરબા, ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો

17 October, 2021 08:05 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

આ સાથે તે 80 ના દાયકાના ગીતો પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

હૃતિક રોશન

બૉલિવૂડ અભિનેતા હૃતિક રોશન પોતાની ફિટનેસને લઈને ખૂબ જ સજાગ રહેતા હોય છે. હૃતિક રોશન અવારનવાર તેના ફિટનેસ વીડિયો સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરે છે. હાલમાં જ તેણે પોતાનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં હૃતિક રોશન જીમમાં વર્કઆઉટ કરતો જોવા મળી રહ્યો છે. આ સાથે તે 80 ના દાયકાના ગીતો પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. જેમાં તે ગરબા મરરતો પણ દેખાઈ છે, તેનો આ વીડિયો ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

હૃતિક રોશન સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય હોય છે. તે ઘણી વખત ઘણી પોસ્ટ્સ શેર કરે છે. ખાસ કરીને રિતિક રોશન પોતાના ફિટનેસ વીડિયો ચાહકો સાથે શેર કરતો રહે છે. તાજેતરમાં તેણે કેટલાક વધુ વીડિયો શેર કર્યા છે. આ વીડિયોમાં હૃતિક રોશન વર્કઆઉટની સાથે સાથે મસ્તીમાં ડાન્સ કરતો જોવા મળી કરી રહ્યો છે.હૃતિકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

હૃતિક રોશને ખુદ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આ વીડિયો શેર કર્યા છે. આ વીડિયોમાં, હૃતિક રોશન 80 ના દાયકાના ગીતો પર જોરદાર ડાન્સ કરી રહ્યો છે. આ વીડિયોમાં હૃતિક રોશન જીમની અંદર છે. જૂના જમાનાના ગીતો જીમમાં વાગતા હોય છે, આ સાંભળીને હૃતિક રોશન પોતાની જાતને રોકી શકતો નથી અને ડાન્સ કરવાનું શરૂ કરે છે. હૃતિક ગરબાનો એક સ્ટેપ કરતો પણ દેખાઈ છે. આ સિવાય તે મિથુન ચક્રવર્તીના પ્રખ્યાત ગીત `જિમ્મી જીમી આજા આજા` પર ડાન્સ કરતો જોવા મળે છે. 

ઘણા લોકો હૃતિક રોશનની આ પોસ્ટ પર કોમેન્ટ કરીને અભિનેતાના વખાણ કરી રહ્યા છે. તેમાં દીપિકા પાદુકોણની ટિપ્પણીએ દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. હૃતિકની આ પોસ્ટ પર કોમેન્ટ કરતા દીપિકા પાદુકોણે તેને `જોકર` કહ્યો છે. દીપિકા ઉપરાંત રણવીર સિંહ, વાણી કપૂર, કૃતિ સેનન, આયુષ્માન ખુરાના, પ્રીતિ ઝિન્ટાએ પણ હૃતિક રોશનની આ પોસ્ટ પર કોમેન્ટ કરી છે.

bollywood news entertainment news hrithik roshan