‘લૉર્ડ ઑફ ધ રિંગ્સ’ જોયા બાદ ‘ક્રિશ’ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો : હૃતિક રોશન

19 August, 2022 01:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૃતિકની ‘કોઈ... મિલ ગયા’ ૨૦૦૩માં આવી હતી, ત્યાર બાદ એની ​સીક્વલ ‘ક્રિશ’ ૨૦૦૬માં આવી હતી

હૃતિક રોશન

હૃતિક રોશનનું કહેવું છે કે તેના પિતા રાકેશ રોશને ‘લૉર્ડ્સ ઑફ ધ રિંગ્સ’ જોયા બાદ ‘ક્રિશ’ બનાવવાનું નક્કી કર્યું હતું. હૃતિકની ‘કોઈ... મિલ ગયા’ ૨૦૦૩માં આવી હતી. ત્યાર બાદ એની ​સીક્વલ ‘ક્રિશ’ ૨૦૦૬માં આવી હતી. આ વિશે વાત કરતાં હૃતિકે કહ્યુ કે ‘૨૦૦૪માં મારા પિતાએ ‘લૉર્ડ ઑફ ધ રિંગ્સ’નો પહેલો પાર્ટ જોયો હતો. પહેલી ફિલ્મ પૂરી થયા બાદ તેઓ પોતાને અટકાવી ન શક્યા અને બીજો પાર્ટ તેમણે જોયો હતો. ત્યાર બાદ ત્રીજો જોયો હતો. તેમણે એક જ દિવસમાં આ ત્રણેય ફિલ્મ જોઈ લીધી હતી. આ ફિલ્મ પૂરી થયા બાદ તેમણે મને ફોન કર્યો અને અમે આ ફિલ્મને કેટલી અદ્ભુત બનાવવામાં આવી હતી એ વિશે વાત કરી હતી. ફિલ્મમેકિંગ, પાત્રો અને સેટથી લઈને દરેક વસ્તુ વિશે અમે વાત કરી હતી. તેમણે કહ્યું કે આપણી ફિલ્મોની બીજી એડિશન આપણે કેમ ન બનાવી શકીએ? ‘કોઈ... મિલ ગયા’ને આપણે આગળ વધારીએ તો? આ રીતે ‘ક્રિશ’ બનાવવાનું નક્કી થયું હતું.’

entertainment news bollywood bollywood news rakesh roshan hrithik roshan