‘ધ નાઇટ મૅનેજર’ માટે ‘વિક્રમ વેધા’ છોડી હૃતિકે?

11 May, 2021 12:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૃતિક ‘વિક્રમ વેધા’ની હિન્દી રીમેકને લઈને ખૂબ જ ઉત્સાહિત હતો

હૃતિક રોશન

હૃતિક રોશને ‘વિક્રમ વેધા’ની હિન્દી રીમેકને ના પાડી દીધી હોવાની ચર્ચા છે. આ પાછળનું કારણ તેની હૉટસ્ટાર માટેની ‘ધ નાઇટ મૅનેજર’ હોવાની ચર્ચા ચાલી રહી છે. હૃતિક ‘વિક્રમ વેધા’ની હિન્દી રીમેકને લઈને ખૂબ જ ઉત્સાહિત હતો. તે મે મહિનામાં શૂટિંગ પણ શરૂ કરવાનો હતો. જોકે કોરોના વાઇરસને કારણે શેડ્યુલમાં બદલાવ કરવામાં આવ્યો છે. જોકે લૉન્ગ શેડ્યુલને કારણે તેણે ફિલ્મ માટે ના કહી હોવાનું જાણવામાં આવી રહ્યું છે. તે ફિલ્મ કરશે કે નહીં એ તો શૂટિંગ શરૂ થશે ત્યારે જ ખબર પડશે.

entertainment news bollywood bollywood news hrithik roshan