રિતિક રોશને `કોઈ મિલ ગયા` એક્ટર મિથિલેશ ચતુર્વેદીના નિધન પર વ્યક્ત કર્યો શોક, જાણો શું કહ્યું

05 August, 2022 03:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રિતિક રોશને મિથિલેશ ચતુર્વેદીના નિધન પર શોક વ્યક્ત કરતા ટ્વિટ કર્યું

ફાઇલ તસવીર

હૃતિક રોશને તેમના ‘કોઈ મિલ ગયા’ના કો-સ્ટાર મિથિલેશ ચતુર્વેદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે પોતાના સોશિયલ હેન્ડલ પર એક નોટ લખીને દિવંગત અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી છે. તમને જણાવી દઈએ કે 68 વર્ષીય મિથિલેશ ચતુર્વેદીનું 4 ઑગસ્ટના રોજ સવારે નિધન થયું હતું. તેમના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું જણાવવામાં આવ્યું હતું.

શોકમાં ઋત્વિક રોશન

રિતિક રોશને મિથિલેશ ચતુર્વેદીના નિધન પર શોક વ્યક્ત કરતા ટ્વિટ કર્યું છે. દિવંગત અભિનેતાને યાદ કરતાં ઋત્વિકે લખ્યું કે, “પીઢ અભિનેતા મિથિલેશ ચતુર્વેદી સરના પરિવાર પ્રત્યે સંવેદના. જેમની સાથે મને ઘણી વખત કામ કરવાની તક મળી. તમને ઘણું યાદ આવશે. આરઆઈપી.”

આ દિગ્ગજો સાથે કામ કર્યું

મિથિલેશ ચતુર્વેદીએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે અમિતાભ બચ્ચન, અનિલ કપૂર, રિતિક રોશન, સની દેઓલ જેવા મોટા સ્ટાર્સ સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી છે. તે `કોઈ મિલ ગયા`, `મોહલ્લા અસ્સી`, `ક્રિશ`, `ગદર એક પ્રેમ કથા`, `સત્યા`, `બંટી ઔર બબલી`, `તાલ`, `રેડી`, `અશોક` જેવી અન્ય ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. તે અન્ય ફિલ્મોનો પણ ભાગ રહી ચૂક્યા છે.

મિથિલેશ ચતુર્વેદીના મૃત્યુની પુષ્ટિ તેમના જમાઈ આશિષ ચતુર્વેદીએ કરી હતી. પીટીઆઈ સાથે વાત કરતા આશિષ ચતુર્વેદીએ જણાવ્યું કે “10 દિવસ પહેલાં તેમને કાર્ડિયાક અરેસ્ટ થયો હતો અને તેમને મુંબઈની કોકિલાબેન ધીરુબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.” અભિનેતાના નિધનથી પરિવાર અને બોલિવૂડમાં શોકનો માહોલ છે.

entertainment news bollywood news hrithik roshan