Hrithik Roshanના સિક્સ પેક એબ્સ જોઈને કોનો બળ્યો જીવ? ઈન્ટરનેટ પર મીમવર્ષા

02 January, 2023 09:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એક્ટરે સોશિયલ મીડિયા પર પોતાની ટોન્ડ બૉડી બતાવતી કેટલીક તસવીરો શૅર કરી છે. આ તસવીરોમાં તેના 6 પેક એબ્સ સ્પષ્ટ દેખાય છે. હ્રિતિકના એબ્સ જોઈને તેના ફેન્સ ક્રેઝી થયા છે તો બૉલિવૂડ એક્ટર્સ પણ તેના વખાણ કરી રહ્યા છે.

હ્રિતિક રોશન (ફાઈલ તસવીર)

બૉલિવૂડમાં (Bollywood) ગ્રીક ગૉડ નામે જાણીતા અભિનેતા હ્રિતિક રોશન (Hrithik Roshan) પોતાની ફિટનેસ અને વર્કઆઉટને લઈને ચર્ચામાં રહે છે. બે બાળકોના પિતા હોવા છતા હ્રિતિક રોશને (Hrithik Roshan) પોતાના શરીરને એ રીતે મેઈન્ટેન કર્યો છે કે તે આજે પણ ખૂબ જ હેન્ડસમ અને યંગ દેખાય છે. તાજેતરમાં જ એક્ટરે સોશિયલ મીડિયા પર પોતાની ટોન્ડ બૉડી બતાવતી કેટલીક તસવીરો શૅર કરી છે. આ તસવીરોમાં તેના 6 પેક એબ્સ સ્પષ્ટ દેખાય છે. હ્રિતિકના એબ્સ જોઈને તેના ફેન્સ ક્રેઝી થયા છે તો બૉલિવૂડ એક્ટર્સ પણ તેના વખાણ કરી રહ્યા છે.

ફોટો પરથી ઉંમરની માહિતી મેળવવી મુશ્કેલ
હ્રિતિક રોશને નવા વર્ષની શરૂઆત ફિટનેસ અને જિમ મોટિવેશનની સાથે કરી છે. તસવીર શૅર કરતા એક્ટરે લખ્યું છે, "ઑલ રાઈટ લેટ્સ ગો 2023." 48 વર્ષના હ્રિતિકની આ તસવીરો જોઈને તેની ઉંમર ઓળખવી મુશ્કેલ છે.

જોઈને દંગ રહી ગયા સેલેબ્સ
હ્રિતિકની આ તસવીરો પર તેમના ચાહકોની સાથે-સાથે બૉલિવૂડ સેલેબ્સ પણ જબરજસ્ત રિએક્શન આપી રહ્યા છે. અનિલ કપૂરથી લઈને વરુણ ધવન સુધી, બધાએ આ તસવીરમાં હ્રિતિકના વખાણ કર્યા છે. ઝક્કાસ એક્ટર અનિલ કપૂરે તસવીર પર કૉમેન્ટ કરીને લખ્યું, "આ આવ્યો અસલી ફાઈટર".

દરેક લૂકમાં છે હિટ
હ્રિતિક રોશન દરેક લૂકમાં ખૂબ જ પર્ફેક્ટ લાગે છે. પછી તે ફિલ્મ `કહો ના પ્યાર હૈ` હોય કે, `ક્રિશ`, એક્ટરનો દરેક અંદાજ ચાહકોના મન પર રાજ કરતો થયો છે. એક સમય હતો જ્યારે ડૉક્ટરે તેની ખરાબ કંડીશનને જોતા જણાવ્યું હતું કે તે ક્યારેય ડાન્સ નહીં કરી શકે. પણ એક્ટરે પોતાની મહેનતથી પોતાના નસીબ બદલ્યા. હ્રિતિક આજે પણ `મોસ્ટ હેન્ડસમ એન્ડ ફિટ એક્ટર`ના ટૉપ 10 લિસ્ટમાં સ્થાન ધરાવે છે.

આ પણ વાંચો : મારા ફૅન્સને ન ગમે એવા રોલ મારે ન કરવા જોઈએ : હૃતિક રોશન

જો કે કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સે હ્રિતિકની આ તસવીર શૅર કર્યા બાદ તેની મશ્કરી કરતાં મીમ્સ પણ શૅર કર્યા છે. જેમાંના કેટલાક આ પ્રકારના છે. એક યૂઝરે ટ્વીટ કરીને લખ્યું છે કે, "આ નહીં થઈ શકે ભાઈ તેથી લેટ્સ ગો નહીં પણ લેટ ઈટ ગો."એટલે ચાલો જઈએ નહીં પણ આને જવા દો.

તો બીજા એક ટ્વિટર યૂઝરે લખ્યું છે કે શું કિડની સરકીને આગળ આવી ગઈ છે?

અન્ય એક ટ્વિટર યૂઝરે રણની તસવીર પોસ્ટ કરતાની સાથે કૅપ્શન આપ્યું છે જેમાં તેણે 2030માં હ્રિતિક રોશન કેવા દેખાશે તેવી મશ્કરી કરતા લખ્યું છે, "હ્રિતિક સર 2030માં"

અન્ય અનેક યૂઝર્સે જુદી જુદા ટ્વીટ કરીને પોતાની કોમેન્ટસ લખી છે જેમાં કોઈકે તેને ખાવાની સલાહ આપી છે તો કોઈકે તેના માણસ હોવા પર પ્રશ્ન ઉઠાવતા પૂછ્યું છે કે તમે માણસ છો કે માછલી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો હ્રિતિક રોશન ટૂંક સમયમાં ફિલ્મ ફાઈટરમાં જોવા મળશે.

bollywood news bollywood bollywood gossips entertainment news hrithik roshan