‘ફાઇટર’નું ત્રીજું શેડ્યુલ પૂરું કર્યું હૃતિક અને દીપિકાએ

06 March, 2023 04:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ આવતા વર્ષે પચીસ જાન્યુઆરીએ થિયેટરમાં રિલીઝ થવાની છે.

હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ

હૃતિક રોશન અને દીપિકા પાદુકોણે તેમની આગામી ફિલ્મ ‘ફાઇટર’નું ત્રીજું શેડ્યુલ પૂરું કરી લીધું છે. ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદમાં ચાલી રહ્યું હતું. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં અનિલ કપૂર, અક્ષય ઑબેરૉય અને કરણસિંહ ગ્રોવર પણ જોવા મળશે. ફિલ્મમાં ઍરિયલ ઍક્શન થ્રિલર જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે પચીસ જાન્યુઆરીએ થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ​ફિલ્મમાં પહેલી વખત હૃતિક અને દીપિકા જોવા મળશે. દીપિકાની શાહરુખ ખાન સાથેની ‘પઠાન’ તો ધૂમ મચાવી રહી છે. પ્રભાસ અને અમિતાભ બચ્ચન સાથે દીપિકા ‘પ્રોજેક્ટ K’માં દેખાવાની છે. 

entertainment news bollywood news bollywood gossips bollywood deepika padukone hrithik roshan upcoming movie