Housefull 4 : ‘શૈતાન કા સાલા’ ગીતનું ટીઝર રીલિઝ, જુઓ અક્ષયનો નવો લુક

06 October, 2019 04:05 PM IST  |  Mumbai

Housefull 4 : ‘શૈતાન કા સાલા’ ગીતનું ટીઝર રીલિઝ, જુઓ અક્ષયનો નવો લુક

હાઉસફુલ 4 નું નવું ગીત 'બાલા'

Mumbai : બોલીવુડની આવનારી કોમેડી ફિલ્મ હાઉસફુલ 4 નું બીજુ ગીત ‘શૈતાન કા સાલા’ નું ટ્રેલર રીલિઝ થઇ ગયું છે. સંપુર્ણ ગીત સોમવારે રીલિઝ કરવામાં આવશે. આ અંગેની જાણકારી ફિલ્મના મુખ્ય અભિનેતા અક્ષય કુમારે આપી છે. આ પહેલા ‘એક ચુમ્મા’ નું ગીત રીલિઝ થયું હતું. જેને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આવનારા ગીતના ટીઝરથી એવું માનવામાં આવી રહ્યું છે આ ગીતને લોકો પસંદ કરશે.


સોમવારે રીલિઝ થસે ફિલ્મનું બીજું ગીત ‘શૈતાન કા સાલા’
ફિલ્મનું બીજુ ગીત ‘શૈતાન કા સાલા ઓર રાવણને હૈ પાલા’ નું ટીઝર ઘણું દમદાર લાગી રહ્યું છે. આ ગીત પર અક્ષય કુમાર વગર વાળના લુકમાં જોવા મળી રહ્યો છે. આ ગીતના ટીઝરમાં તે ઘણી બધી છોકરીઓ સાથે જોવા મળ્યો છે. તેના ટીઝર પરથી એનો અંદાજો આવી જાય છે કે ગીતના લોકેશન અને લુકને લઇને ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે. અક્ષય કુમારે ગીતનું ટીઝર રીલિઝ કરતાની સાથે કેપ્શન આપ્યું હતું કે, ‘शैतान का साला और रावण ने है पाला, क्या आप उससे मिलने के लीए तैयार है?’



‘બાલા’ સોન્ગથી ફિલ્મના મેકર્સને ઘણી આશાઓ રહેલી છે
આ પહેલા ફિલ્મનું પહેલું ગીત ‘એક ચુમ્મા’ રીલિઝ થયું હતું. આ ગીત લોકોને ઘણું પસંદ આવ્યું હતું. ત્યારે ફિલ્મનું બીજું ગીત ‘બાલા’ ના નામથી પણ ચર્ચાય રહ્યું છે. ત્યારે બીજા ગીતના ટીઝર પરથી એવું લાગી રહ્યું છે કે બાલા ગીત પણ લોકોને ખુબ ગમશે. તો પહેલા ગીતના રીલિઝના એક જ દિવસમાં 2 કરોડથી પણ વધુ વ્યુઝ જોવા મલ્યા હતા અને એટલા માટે જ ફિલ્મના મેકર્સ પણ આ ગીત પર વધુ આશા રાખી રહ્યા છે.

આ પણ જુઓ : PHOTOS: બિકિનીમાં મૌની રૉયની આ તસવીરોએ મચાવી ધૂમ

ફિલ્મ પુનર્જન્મ પર આધારીત છે
તમને જણાવી દઇએ કે આ ફિલ્મમાં ઘણા બધા સ્ટાર્સ જોવા મળશે અને આ ફિલ્મ દિવાળીના તહેવાર પર રીલિઝ થવા માટે તૈયાર છે. ફિલ્મમાં અક્ષય કુમારની સાથે કૃતિ સેનન, બોબી દેઓલ, પુજા હેગડે, રિતેશ દેશમુખ અને કૃતિ ખરબંદા મુખ્ય ભુમીકામાં જોવા મળશે. ફિલ્મ પુનર્જન્મની કહાની પર આધારીત છે. આ ફિલ્મની કથાને વર્ષ 1419 ની સાથે આજનો સમય એટલે કે 2019 નો સમય દેખાડવામાં આવ્યો છે. આ હાઉસફુલ સિરીઝની ચોથી ફિલ્મ છે.

bollywood bollywood news akshay kumar Housefull 4 t-series