આશા કે મારી ફિલ્મોને મહિલા પ્રધાન સ્ટોરીઝ ગણવામાં ન આવે : મેઘના ગુલઝાર

12 December, 2019 03:12 PM IST  |  Mumbai

આશા કે મારી ફિલ્મોને મહિલા પ્રધાન સ્ટોરીઝ ગણવામાં ન આવે : મેઘના ગુલઝાર

મેઘના ગુલઝાર (PC : PTI)

(પી.ટી.આઇ.) મેઘના ગુલઝારે લોકોને વિનંતી કરી છે કે તેની ફિલ્મોને મહિલા પ્રધાન સ્ટોરીઝ ગણવામાં ન આવે. આ ફિલ્મ ઍસિડ-અટૅક સર્વાઇવર લક્ષ્મી અગરવાલની રીયલ લાઇફ સ્ટોરી પર આધારિત છે. ફિલ્મમાં લીડ રોલમાં દીપિકા પાદુકોણ જોવા મળશે. ૨૦૨૦ની ૧૦મી જાન્યુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મમાં વિક્રાન્ત મૅસી પણ અગત્યનાં રોલમાં છે. ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યુ છે. ફિલ્મને લઈને મેઘના ગુલઝારે કહ્યું હતું કે ‘હું સૌને વિનંતી કરું છું કે ‘છપાક’ને મહિલા પ્રધાન ફિલ્મની કૅટેગરીમાં ગણવામાં ન આવે. અન્ય ફિલ્મો કરતાં મારી સ્ટોરીઝમાં મહિલા કૅરૅક્ટર્સ ઘણાં સ્ટ્રૉન્ગ હોય છે. જોકે આ ફિલ્મની સ્ટોરી કોઈ એક મહિલાની નથી. હું આશા રાખુ છું કે મારી ફિલ્મો માત્ર મહિલા પ્રધાન ગણવા કરતાં એને વધુ મહત્ત્વ આપવામાં આવે.’

ફિલ્મોને પ્રામાણિક બનાવવાની સાથે જ એમાં વાસ્તવિક્તા દર્શાવવામાં આવે એ ઉદ્દેશ મેઘના ગુલઝારનો છે. ફિલ્મો વિશે જણાવતાં મેઘના ગુલઝારે કહ્યું હતું કે ‘હું એવી સ્ટોરીઝ પસંદ કરું છું જેની સાથે હું કનેક્ટ થઈ શકુ. હું મારી સહજબુદ્ધિથી કામ કરું છું. મેં કદી પણ એમ નથી વિચાર્યું કે મારે હવે સેન્સિટીવ ફિલ્મ બનાવવી છે.

આ પણ જુઓ : ફિલ્મફેર ગ્લેમર એન્ડ સ્ટાઈલ અવૉર્ડમાં ઉમટ્યા સિતારાઓ, જુઓ દિલકશ તસવીરો

સેન્સિટીવ ફિલ્મો બનાવવા માટે હું એવા વિષય શોધતી નથી હોતી. તેમ જ એને કેવી રીતે કમર્શિયલ બનાવુ એ વિશે પણ હું વિચારતી નથી હોતી. હું સ્ટોરીને પ્રામાણિકતા અને વાસ્તવિક્તા સાથે દેખાડવામાં માનુ છું. પછી એ કમર્શિયલ બને કે ના બને એ મારા હાથની વાત નથી. કોઈ પણ એમ નથી ઇચ્છતું કે તેમની ફિલ્મ ફ્લોપ જાય. અમારા બધાની ઇચ્છા હોય છે કે અમારી ફિલ્મ સારી ચાલે. હું માત્ર પ્રામાણિકતાથી કામ કરવા માગુ છું.’

bollywood news bollywood gossips