હૉલીવૂડની આ હૉટ એક્ટરે સલમાન સાથેના પોતાના અફેરની વાત વિશે કહ્યું આ

10 January, 2022 05:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હોલિવૂડ એક્ટ્રેસ સલમાન ખાનને (Salman Khan)મળી, ત્યારથી જ તેમના અફેરના સમાચાર આવવા લાગ્યા. બૉલિવૂડ હંગામા સાથેની વાતચીતમાં, સામંથા લૉકવુડે આ અંગે પોતાનું વલણ સંપૂર્ણપણે સ્પષ્ટ કર્યું છે અને આ અફવાઓ વિશે યોગ્ય જવાબ પણ આપ્યો છે.

સલમાન ખાન (ફાઇલ તસવીર)

હૉલિવૂડ (Hollywood) એક્ટ્રેસ સામંથા લૉકવુડ (Samantha Lockwood) થોડા દિવસો પહેલા લાઈમલાઈટમાં આવી હતી જ્યારે તે હ્રતિક રોશનને (Hrithik Roshan) મળી હતી. બંનેની મુલાકાતના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જોવા મળ્યા હતા. પરંતુ જ્યારે હોલિવૂડ એક્ટ્રેસ સલમાન ખાનને (Salman Khan)મળી, ત્યારથી જ તેમના અફેરના સમાચાર આવવા લાગ્યા. બૉલિવૂડ હંગામા સાથેની વાતચીતમાં, સામંથા લૉકવુડે આ અંગે પોતાનું વલણ સંપૂર્ણપણે સ્પષ્ટ કર્યું છે અને આ અફવાઓ વિશે યોગ્ય જવાબ પણ આપ્યો છે.

સામંથા લૉકવુડે સલમાન ખાન વિશે કહ્યું, `મને લાગે છે કે લોકો ઘણી વાતો કરે છે. મને લાગે છે કે લોકો કંઈપણ બોલ્યા વિના ઘણી બધી વસ્તુઓ ઘડી નાખે છે. હું સલમાનને મળી અને તે ખૂબ જ સારી વ્યક્તિ છે. આ વિશે કહેવાનું એટલું જ છે. મને સમજાતું નથી કે લોકોને આવા વિચારો ક્યાંથી આવે છે. હું હ્રતિકને પણ મળી હતી. લોકોએ તેના વિશે વાત કરી ન હતી. મને સમજાતું નથી કે આ વસ્તુઓ ક્યાંથી આવે છે.`

હૉલીવુડ અભિનેત્રી સામંથા લૉકવુડને સલમાન ખાનની ફિલ્મ સુલતાન ખૂબ જ પસંદ છે. એટલું જ નહીં તે સલમાન ખાનની બર્થડે પાર્ટીમાં પણ હાજર રહી હતી. આ પાર્ટી પનવેલના ફાર્મહાઉસમાં થઈ હતી. સામંથા લૉકવુડ `ધ હીરો` અને `હવાઈ ફાઈવ-0` જેવી ફિલ્મોમાં જોવા મળી છે. સામંથાએ ટર્ન બેક નાઉ, સી ફાઈટર અને મેક્સીન ગોલ્ડમાં પણ કામ કર્યું છે.

bollywood news bollywood bollywood gossips entertainment news Salman Khan