‘લાઇન્સ’ માટે લોકોનો પ્રતિસાદ જાણવા માટે આતુર છે હિના ખાન

31 July, 2021 04:28 PM IST  |  Mumbai | Agency

ફિલ્મને લઈને ઉત્સાહી હિના ખાને કહ્યું હતું કે ‘આ પ્રોજેક્ટમાં જોડાવું એ મારા માટે સન્માનની વાત છે. આ ફિલ્મનાં શૂટિંગ વખતે મારો અનુભવ અદ્ભુત રહ્યો છે અને ખાસ કરીને તો આ ગીતનો અનુભવ.

હિના ખાન

હિના ખાન તેની ફિલ્મ ‘લાઇન્સ’ માટે લોકોનો પ્રતિસાદ જાણવા માટે ઉત્સાહી છે. સીમાની આરપાર રહેતાં દંપતીઓની કહાનીને આ ફિલ્મ દ્વારા દેખાડવામાં આવી છે. સીમા પર નિર્માણ થતા તનાવને કારણે તેમના જીવનમાં અનેક અડચણો આવે છે. આ ફિલ્મમાં હિના ખાન એક સંવેદનશીલ યુવતી નાઝિયાના રોલમાં જોવા મળી રહી છે. આ ફિલ્મનું ગીત ‘ઝેલમ દે દરિયા’ રિલીઝ થયું છે. આ ગીત તેને ખૂબ પસંદ છે. ફિલ્મમાં તેની સાથે ફરીદા જલાલ, રિશી ભુતાની અને રાહત કાઝમી પણ જોવા મળશે. આ ફિલ્મ જમ્મુ કાશ્મીરના પૂંછ વિસ્તારના લોકોના જીવન પર આધારિત છે. આ ફિલ્મ વુટ સિલેક્ટ પર હાલમાં જ રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મને લઈને ઉત્સાહી હિના ખાને કહ્યું હતું કે ‘આ પ્રોજેક્ટમાં જોડાવું એ મારા માટે સન્માનની વાત છે. આ ફિલ્મનાં શૂટિંગ વખતે મારો અનુભવ અદ્ભુત રહ્યો છે અને ખાસ કરીને તો આ ગીતનો અનુભવ. હું હવે લોકોનો પ્રતિસાદ જાણવા માટે આતુર છું. તેમના તરફથી મને અતિશય પ્રેમ અને સપોર્ટની આશા છે.’

bollywood news bollywood gossips bollywood entertainment news hina khan