વર્લ્ડ મ્યુઝિક ડે નિમિત્તે ‘મૂડ્સ ઍન્ડ મેલડીઝ’ની જાહેરાત કરશે હિમેશ રેશમિયા

20 June, 2021 11:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

"૨૧ જૂને વર્લ્ડ મ્યુઝિક ડે નિમિત્તે હું મારા ગીતની રિલીઝની તારીખની જાહેરાત કરીશ."

હિમેશ રેશમિયા

હિમેશ રેશમિયા ૨૧ જૂને વર્લ્ડ મ્યુઝિક ડે નિમિત્તે તેના આગામી આલબમ ‘મૂડ્સ ઍન્ડ મેલડીઝ’નું ગીત અનાઉન્સ કરશે. આ ટ્રૅકને હિમેશ રેશમિયાએ કમ્પોઝ કર્યું છે. આ ગીતના માધ્યમથી પવનદીપ રંજન અને અરુણિતા કાનજીલાલને તેણે ચાન્સ આપ્યો છે. તેમની સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હિમેશ રેશમિયાએ કૅપ્શન આપી હતી, ‘૨૧ જૂને વર્લ્ડ મ્યુઝિક ડે નિમિત્તે હું મારા ગીતની રિલીઝની તારીખની જાહેરાત કરીશ. આ ગીત મેં સુપર સિંગર્સ પવનદીપ રંજન અને અરુણિતા કાનજીલાલ માટે કમ્પોઝ કર્યું છે. મારા આ નવા મ્યુઝિક આલબમનું નામ ‘મૂડ્સ ઍન્ડ મેલડીઝ’ છે. આલબમનું પહેલુ ગીત મેં કમ્પોઝ કર્યું છે અને એના લિરિક્સ સમીર અંજાને લખ્યાં છે. તમને આ ટ્રૅક ગમશે. ટૂંક સમયમાં આ રોમૅન્ટિક ટ્રૅક રિલીઝ કરવામાં આવશે. એને ભરપૂર પ્રેમ આપજો.’

bollywood news bollywood bollywood gossips himesh reshammiya entertainment news