ચંબલની છોકરીઓ માટે હૉસ્ટેલ અને ટૉઇલેટ બનાવડાવ્યું ભૂમિએ

11 August, 2019 12:18 PM IST  |  મુંબઈ | હર્ષ દેસાઈ

ચંબલની છોકરીઓ માટે હૉસ્ટેલ અને ટૉઇલેટ બનાવડાવ્યું ભૂમિએ

ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકરે ચંબલમાં છોકરીઓ માટે સ્કુલમાં ટૉઇલેટ અને હોસ્ટેલ બનાવડાવી છે. ભૂમિની ‘ટૉઇલેટ : એક પ્રેમ કથા’ની આજે બીજી એનિવર્સરી છે. આથી તેણે એ નિમિત્તે આ હોસ્ટેલ અને ટૉઇલેટ બનાવડાવ્યાં છે. સરકારના સ્વચ્છ ભારત અભિયાન હેઠળ અક્ષયકુમાર અને ભૂમિએ ‘ટૉઇલેટ : એક પ્રેમ કથા’ બનાવી હતી. આ ફિલ્મમાં સ્ત્રીઓ અને છોકરીઓને ટૉઇલેટ માટે કેટલી મુશ્કેલીઓ પડે છે એ વિશે વાત કરવામાં આવી હતી. આ ફિલ્મ મધ્યપ્રદેશની અનિતા નારેની સ્ટોરી પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવી હતી.

વાહ! ભૂમિ: ચંબલની એક સ્કૂલમાં છોકરીઓ માટે બનાવેલી હૉસ્ટેલ અને ટૉઇલેટ.

આ ફિલ્મ માટે ભૂમિને બેસ્ટ ઍક્ટ્રેસના કેટલાક અવૉર્ડ્‌સ પણ મળ્યા હતા. આ ફિલ્મ કર્યા બાદ તે હાઇજિન અને સૅનિટાઇઝેશનને પ્રમોટ કરી રહી છે. તેણે સુશાંત સિંહ રાજપૂત સાથે ચંબલમાં ‘સોન ચિરૈયા’નું શૂટિંગ કર્યું હતું. આ દરમ્યાન તેણે ત્યાંની છોકરીઓની પરિસ્થિતિને નજીકથી નિહાળી હતી. તેણે એ સમયે જ તેમના માટે હોસ્ટેલ અને ટૉઇલેટ બનાવવાનું નક્કી કરી લીધુ હતુ. તેણે એ કામ પૂરું કરાવ્યું હતું અને એનું આજથી ઉદ્ઘાટન પણ કરવામાં આવશે.

અભ્યુદયા આશ્રમ છેલ્લાં ઘણાં વર્ષોથી છોકરીઓને પ્રોસ્ટિટ્યૂશનથી દૂર રાખી તેમને ભણાવી અને નોકરી મળે એવી સ્કિલ શીખવવા પાછળ ધ્યાન આપી રહ્યું છે. આ વિશે વધુ જણાવતા સુત્રએ કહ્યું હતું કે ‘ભૂમિ છેલ્લા બે વર્ષથી ફંડ અને ગિફ્ટ આપી તેમને સપોર્ટ કરી રહી છે. તેની ‘સોન ચિરૈયા’ના શૂટિંગ દરમ્યાન આ આશ્રમ વિશે તેને માહિતી મળી હતી. તેણે તરત જ તેમને સપોર્ટ કરવાનું નક્કી કરી લીધુ હતું.’

આ પણ વાંચો : Saahoમાં પ્રભાસ અને શ્રદ્ધા સિવાય અન્ય કલાકારો આવા દેખાઇ રહ્યા છે

આ વિશે વધુ જણાવતાં ભૂમિએ કહ્યું હતું કે ‘અભ્યુદયા આશ્રમ એખ સારા કૉઝ માટે કામ કરી રહ્યું છે. હું તેમના માટે અને ચંબલની છોકરીઓ માટે હંમેશાં મદદ કરતી રહીશ. મારા દિલમાં ચંબલ મારા માટે બીજુ ઘર છે. ત્યાંની છોકરીઓને મળવા હું ત્યાં વારંવાર મુલાકાત લેતી રહું છું. તેઓ મારી ફૅમિલી બની ગયા છે. હું ચંબલની મહિલાઓના સૅનિટાઇઝેશન, એજ્યુકેશન, એમ્પાવરમેન્ટ અને હક માટે અવાજ ઉઠાવતી રહીશ અને મદદ કરતી રહીશ.’

bhumi pednekar bollywood news