Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Saahoમાં પ્રભાસ અને શ્રદ્ધા સિવાય અન્ય કલાકારો આવા દેખાઇ રહ્યા છે

Saahoમાં પ્રભાસ અને શ્રદ્ધા સિવાય અન્ય કલાકારો આવા દેખાઇ રહ્યા છે

10 August, 2019 07:51 PM IST |

Saahoમાં પ્રભાસ અને શ્રદ્ધા સિવાય અન્ય કલાકારો આવા દેખાઇ રહ્યા છે

Saahoમાં પ્રભાસ અને શ્રદ્ધા સિવાય અન્ય કલાકારો આવા દેખાઇ રહ્યા છે


ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 2019માં જેની સૌથી આતુરતાથી રાહ જોવાઇ રહી હતી તે સાહો ફિલ્મનું ટ્રેલર આજે એટલે કે 10 ઓગસ્ટના રોજ રીલિઝ થયું છે. જેમાં પ્રભાસ અને શ્રદ્ધા સીવાય અન્ય દિગ્ગજ કલાકારો પણ જોવા મળ્યા હતા. આમ આ ટ્રેલર અન્ય કલાકારો કેવા દેખાઇ રહ્યા છે તે પણ જાહેર થઇ ગયું હતું. જોકે ટ્રેલર રીલિઝ થયું તેના થોડા સમય પહેલા દરેક કિરદારોના લુક જાહેર કર્યા હતા.

ફિલ્મ સાહોમાં લીડ રોલ સાઉથ સ્ટાર પ્રભાસ અને બોલીવુડ સ્ટાર શ્રદ્ધા કપૂર જોવા મળશે. આ સાથે જ ફિલ્મમાં જૈકી શ્રોફ, મંદિરા બેદી, નીલ નિતિન મુકેશ, ચંકી પાન્ડે, મહેશ માંઝરેકર, અરૂણ વિજય મુખ્ય કિરદારોમાં જોવા મળશે. આ કિરદારોની વાત કરીએ તો ફિલ્મમાં રોલ વિશે પણ ફિલ્મ મેકર્સે ઝલક જાહેર કરી છે.



 
 
 
View this post on Instagram

Slaying with the swag ? Here comes our next character poster featuring @mandirabedi as #Kalki from #Saaho #SaahoTrailer out tomorrow! #30AugWithSaaho

A post shared by UV Creations (@uvcreationsofficial) onAug 9, 2019 at 12:46am PDT


મંદિરા બેદી: મંદિરા બેદી ફિલ્મ સાહોમાં કલ્કિનો રોલ નિભાવી રહી છે. મંદિરાના રોલ વિશે પોસ્ટ કરતા કેપ્શન આપ્યું હતું કે, 'અચ્છા બુરા હૈ'. પોસ્ટરમાં મંદિરા બેદી ઈન્ટેન્સ લૂકમાં જોવા મળી રહી છે.


નીલ નિતિન મુકેશ: ફિલ્મમાં જય નામનો રોલ નિભાવી રહેલો નીલ પોસ્ટરમાં મિસ્ટીરિયસ લૂકમાં જોવા મળશે. યૂવી ક્રિએશન દ્વારા શૅર કરેલા પોસ્ટરને કેપ્શન આપ્યું છે કે, 'ધ એન્ડ હમેશા હર સવાલ કા જવાબ નહી હોતા.'

અરૂણ વિજય: અરૂણ વિજય સાહો સાથે બોલીવુડમાં ડેબ્યૂ કરી રહ્યા છે. ફિલ્મમાં અરૂણ વિજય સ્ટાઈલિશ લૂકમાં જોવા મળી રહ્યો છે.

ચંકી પાન્ડે: બોલીવુડ કોમેડિયન સ્ટાર ચંકી પાન્ડે સાહોમાં ઈન્ટેસ લૂકમાં દેખાઈ રહ્યા છે. હાથમાં સિગાર સાથે દેખાતા પોસ્ટરને પોસ્ટ કરતા તેને 'રાખ સે બનો' કેપ્શન આપવામાં આવ્યું છે.

જેકી શ્રોફ: ફિલ્મમાં રૉય નામનો રોલ નિભાવી રહેલા જેકી શ્રોફનું પોસ્ટર અપલોડ કરતા કેપ્શન આપવામાં આવ્યું કે, 'હાં કરો યા મરો'

મહેશ માંઝરેકર: પ્રિસનું કિરદાર નિભાવનાર મહેશ માંઝરેકર પોસ્ટરમાં અલગ અંદાજમાં જ જોવા મળી રહ્યા છે. મહેશ માંઝરેકર ઘણી ફિલ્મોમાં નેગેટિવ રોલ નિભાવી ચૂક્યાં છે.

Whatsapp-channel Whatsapp-channel

10 August, 2019 07:51 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK