હિન્દી મ્યુઝિક ડ્રામા ફિલ્મ દ્વારા ડેબ્યુ કરશે ગુરુ રંધાવા

27 July, 2021 03:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મની સ્ટોરી એક યુવાન મ્યુઝિશ્યનની છે જે ઝીરોમાંથી હીરો બને છે અને સ્ટેટસ મેળવે છે

ગુરુ રંધાવા

સિંગર-કમ્પોઝર ગુરુ રંધાવા હવે બૉલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. તે અત્યાર સુધી ઘણા મ્યુઝિક વિડિયોમાં જોવા મળ્યો છે, પરંતુ હવે તે પહેલી વાર હિન્દી મ્યુઝિકલ ડ્રામામાં જોવા મળવાનો છે. આ ફિલ્મની સ્ટોરી એક યુવાન મ્યુઝિશ્યનની છે જે ઝીરોમાંથી હીરો બને છે અને સ્ટેટસ મેળવે છે. આ વિશે વાત કરતાં ગુરુ રંધાવાએ કહ્યું હતું કે ‘હું નવી જગ્યાએ એક્સપ્લોર કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. હું એક આર્ટિસ્ટ તરીકે મારી ક્ષમતાઓને વધારતો અને પોતાની જાતને નવી-નવી રીતે શોધતો રહું છું. આ ફિલ્મમાં કામ કરવાનો નિર્ણય ખૂબ જ સહજ રીતે લીધો છે અને મને ખુશી છે કે મારી ટૅલન્ટને દેખાડવા માટે મને આ તક મળી છે. કંઈક નવું કરવામાં હંમેશાં ચૅલેન્જ હોય છે અને હું આ મારા ડ્રીમ પ્રોજેક્ટમાં ખૂબ જ મહેનત કરીશ.’

bollywood news entertainment news