અમી મિશ્રાના આગામી ગીતમાં જોવા મળશે મૉડેલ રિયા સુબોધ

25 September, 2020 10:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અમી મિશ્રાના આગામી ગીતમાં જોવા મળશે મૉડેલ રિયા સુબોધ

રિયા સુબોધ

MTVની ઇન્ડિયાઝ નેક્સ્ટ ટૉપ મૉડેલ સિઝન 3ની સ્પર્ધક રહી ચૂકેલી અમદાવાદની મૉડેલ રિયા સુબોધ (Riya Subodh) હવે એક્ટિંગ કરતી જોવા મળશે. બૉલીવુડ ગાયક અમી મિશ્રા (Ami Mishra)ના આગામી સિંગલ 'રોને દો'માં રિયા સુબોધ સ્ટાર પ્લસની સિરિયલ 'દિલ તો હેપી હૈ જી' ફૅમ અભિનેતા અંશ બાગરી (Ansh Bagri) સાથે જોવા મળશે.

રિયા સુબોધ મૉડેલિંગ ક્ષેત્રે જાણીતું નામ છે. મૉડેલિંગ ક્ષેત્રે કમાલ કર્યા બાદ રિયા હવે અભિનય ક્ષેત્રે કમાલ કરવાની છે અને અમી મિશ્રાનું  હિન્દી આલ્બમ ગીત તેનું પ્રથમ પગલું છે. 'રોને દો' ગીતમાં અમી મિશ્રા સાથે કામ કરવાના અનુભવ વિશે રિયાએ કહ્યું હતું કે, અમી મિશ્રા મારા પ્રિય ગાયકોમાંથી એક છે. તેમની સાથે કામ કરવા મળ્યું તે મારું સૌભાગ્ય છે. તેઓ ખુબ જ કૉપરિટીવ હતા. તેમની સાથે કામ કરવાની પણ બહુ જ મજા આવી.

રિયા સુબોધ ગીતના પૅકઅપ પછી ટીમ સાથે

આ પણ જુઓ: રિયા સુબોધઃ ગ્લેમર, ગ્રેસ, ગોર્જિયસનેસ અને ગુજરાતીપણાની ઓળખ

'રોને દો' એક રૉમેન્ટિક ગીત છે. જેમા ગળાડુબ પ્રેમમાં હોય તેવા એક કપલની વાત છે. જેમની વચ્ચે પ્રેમ હોય છે, ઝઘડા થાય છે અને પછી તેઓ છુટા પડે છે. રિયા સુબોધ અને અંશ બાગરી દ્વારા અભિનિત આ ગીત બૉલીવુડનું લોકપ્રિય ગીત 'હસી બન ગયે'ના ગાયક અમી મિશ્રાએ ગાયુ છે અને કુણાલ વર્માએ લખ્યું છે. ગીતનું દિગ્દર્શન સુમીત ખાનવાનીએ કર્યું છે.

entertainment news bollywood bollywood news