રિયા સુબોધઃ ગ્લેમર, ગ્રેસ, ગોર્જિયસનેસ અને ગુજરાતીપણાની ઓળખ

Updated: Apr 06, 2020, 08:59 IST | Sheetal Patel
 • રિયા ગુજરાતી નથી પણ અમદાવાદમાં ઉછરી હોવાથી તે ગુજરાત અને ગુજરાતી ભાષા બેઉને બહુ જ સારી પેઠે જાણે છે.

  રિયા ગુજરાતી નથી પણ અમદાવાદમાં ઉછરી હોવાથી તે ગુજરાત અને ગુજરાતી ભાષા બેઉને બહુ જ સારી પેઠે જાણે છે.

  1/20
 • કૉલેજ દરમિયાન તે અનેક ઇન્ટર કૉલેજ કૉમ્પિટિશન્સમાં ભાગ લેતી હતી અને ત્યારે જ મૉડલિંગ કોર્ડિનેટર્સે સંપર્ક કરવાની શરૂઆત કરી.

  કૉલેજ દરમિયાન તે અનેક ઇન્ટર કૉલેજ કૉમ્પિટિશન્સમાં ભાગ લેતી હતી અને ત્યારે જ મૉડલિંગ કોર્ડિનેટર્સે સંપર્ક કરવાની શરૂઆત કરી.

  2/20
 • તેણે કોમર્સમાં માસ્ટર્સ એટલે કે એમ.કોમ કર્યું છે.

  તેણે કોમર્સમાં માસ્ટર્સ એટલે કે એમ.કોમ કર્યું છે.

  3/20
 • રિયા મેડિટેશન કરતી રહે છે સાથે કાર્ડિયો અને સ્ટ્રેચિંગ પણ કરે છે, તે ગરબાની પણ બહુ શોખીન છે અને તેને એ પોતાની ફેવરિટ એક્સર્સાઇઝ ગણાવે છે.  તે કહે છે કે 30 મીનિટનાં ગરબામાં તો શરીરનાં બધા જ હિસ્સાની કસરત થઇ જાય. તેણે અત્યાર સુધીમાં કરેલા તેના ગમતા પ્રોજેક્ટ્સમાં જેડ બ્લુ કેમ્પેઇન, ગોદરેજ હેર કલર કેમ્પેઇન, પુજા ડાયમંડ જ્વેલરી અને આ વર્ષે લોન્ચ થનારું હુન્ડાઇ વર્નાનું કેમ્પેઇન છે.

  રિયા મેડિટેશન કરતી રહે છે સાથે કાર્ડિયો અને સ્ટ્રેચિંગ પણ કરે છે, તે ગરબાની પણ બહુ શોખીન છે અને તેને એ પોતાની ફેવરિટ એક્સર્સાઇઝ ગણાવે છે.  તે કહે છે કે 30 મીનિટનાં ગરબામાં તો શરીરનાં બધા જ હિસ્સાની કસરત થઇ જાય. તેણે અત્યાર સુધીમાં કરેલા તેના ગમતા પ્રોજેક્ટ્સમાં જેડ બ્લુ કેમ્પેઇન, ગોદરેજ હેર કલર કેમ્પેઇન, પુજા ડાયમંડ જ્વેલરી અને આ વર્ષે લોન્ચ થનારું હુન્ડાઇ વર્નાનું કેમ્પેઇન છે.

  4/20
 • તેણે ગુજરાતી મિડ.ડે.કોમ સાથેની વાતચીતમાં જણાવ્યું કે તે પોતે એર હોસ્ટેસ બનવા માગતી હતી કારણકે તેને પોતાને ટ્રાવેલિંગનો બહુ જ શોખ છે અને ત્યારે તેણે મૉડલિંગ વિષે નહોતું વિચાર્યું.

  તેણે ગુજરાતી મિડ.ડે.કોમ સાથેની વાતચીતમાં જણાવ્યું કે તે પોતે એર હોસ્ટેસ બનવા માગતી હતી કારણકે તેને પોતાને ટ્રાવેલિંગનો બહુ જ શોખ છે અને ત્યારે તેણે મૉડલિંગ વિષે નહોતું વિચાર્યું.

  5/20
 • તેણે જણાવ્યા અનુસાર શરૂઆતનાં દિવસોમાં તેને બહુ પડકારોનો સામનો કરવો પડ્યો હતો.

  તેણે જણાવ્યા અનુસાર શરૂઆતનાં દિવસોમાં તેને બહુ પડકારોનો સામનો કરવો પડ્યો હતો.

  6/20
 • વળી મૉડલિંગ વિશ્વનાં માપદંડ બહુ સખત હોય છે એટલે એ રીતે કામ કરીને આગળ વધવું અને તમામ ધોરણો સાચવવા કંઇ સરળ નહોતા.

  વળી મૉડલિંગ વિશ્વનાં માપદંડ બહુ સખત હોય છે એટલે એ રીતે કામ કરીને આગળ વધવું અને તમામ ધોરણો સાચવવા કંઇ સરળ નહોતા.

  7/20
 • તેણે બધા જ પ્રકારનાં ટીકા, ધૃણા અને રિજેક્શનનો સામનો પણ કર્યો.

  તેણે બધા જ પ્રકારનાં ટીકા, ધૃણા અને રિજેક્શનનો સામનો પણ કર્યો.

  8/20
 • તેને એક સમયે લોકો ‘ગંવાર’નું ટૅગ આપતા પણ અચકાતા નહીં પણ તે પોતાના લક્ષ્ય પર મક્કમ રહી. તે માને છે કે અંતે તો તમારું કામ જ બોલે છે એટલે ટિકાકારોને જવાબ ન આપવા જોઇએ.

  તેને એક સમયે લોકો ‘ગંવાર’નું ટૅગ આપતા પણ અચકાતા નહીં પણ તે પોતાના લક્ષ્ય પર મક્કમ રહી. તે માને છે કે અંતે તો તમારું કામ જ બોલે છે એટલે ટિકાકારોને જવાબ ન આપવા જોઇએ.

  9/20
 • તેને માટે સૌથી યાદગાર ક્ષણ એ હતી જ્યારે તેની સહીં ઑટોગ્રાફમાં ફેરવાઇ ગઇ.

  તેને માટે સૌથી યાદગાર ક્ષણ એ હતી જ્યારે તેની સહીં ઑટોગ્રાફમાં ફેરવાઇ ગઇ.

  10/20
 • લોકોએ એક સમયે તેને ગુજ્જુબેન કહીને પણ બોલાવી પણ તે ગર્વથી હસીને એ સંબોધન પણ સ્વીકારી લેતી

  લોકોએ એક સમયે તેને ગુજ્જુબેન કહીને પણ બોલાવી પણ તે ગર્વથી હસીને એ સંબોધન પણ સ્વીકારી લેતી

  11/20
 • તેને ગુજરાત અને તેમાંય પોતાનું ઘર જ્યાં છે તે અમદાવાદ બહુ જ ગમે છે.

  તેને ગુજરાત અને તેમાંય પોતાનું ઘર જ્યાં છે તે અમદાવાદ બહુ જ ગમે છે.

  12/20
 • ગુજરાતમાં લોકો બહુ નમ્ર હોય છે તેમ કહી રિયા ઉમેરે છે કે અહીં લોકો હંમેશા તમારી આગતા-સ્વાગતા કરવા, તમારું પેટ ઠારવા કે આશરો આપવા તૈયાર જ હોય છે, તેઓ કોઇને  ના નથી પાડતા. આ કારણે તેને ગુજરાત પ્રિય છે.

  ગુજરાતમાં લોકો બહુ નમ્ર હોય છે તેમ કહી રિયા ઉમેરે છે કે અહીં લોકો હંમેશા તમારી આગતા-સ્વાગતા કરવા, તમારું પેટ ઠારવા કે આશરો આપવા તૈયાર જ હોય છે, તેઓ કોઇને  ના નથી પાડતા. આ કારણે તેને ગુજરાત પ્રિય છે.

  13/20
 • રિયા ગુજરાતી ભાષાની રમૂજ અંગે કહે છે કે, ગુજરાતીમાં મારો ગમતો શબ્દ છે ‘ગાંડો’, સાવ કેઝ્યુઅલી બોલાતો આ શબ્દ સાંભળીને મારા મૉડલ મિત્રો હસવા માંડે છે પણ પછી હું તેમને કહું છુ કે આ કોઇ ગાળ નથી પણ પાગલ શબ્દને માટે ગુજરાતી ભાષામાં વપરાતો શબ્દ છે.”

  રિયા ગુજરાતી ભાષાની રમૂજ અંગે કહે છે કે, ગુજરાતીમાં મારો ગમતો શબ્દ છે ‘ગાંડો’, સાવ કેઝ્યુઅલી બોલાતો આ શબ્દ સાંભળીને મારા મૉડલ મિત્રો હસવા માંડે છે પણ પછી હું તેમને કહું છુ કે આ કોઇ ગાળ નથી પણ પાગલ શબ્દને માટે ગુજરાતી ભાષામાં વપરાતો શબ્દ છે.”

  14/20
 • “મારા મિત્રોને મારું આ ગુજરાતીપણું હવે રમૂજી લાગે છે”, તેમ રિયાએ જણાવ્યું.

  “મારા મિત્રોને મારું આ ગુજરાતીપણું હવે રમૂજી લાગે છે”, તેમ રિયાએ જણાવ્યું.

  15/20
 • ફેવરીટ ખોરાકની વાત કરતા રિયા કહે છે કે તેને ઢોકળા, દાળવડા, અમદાવાદનાં માણેકચોકનાં પિઝા, ખાંડવી, રાયપુરનાં ભજીયાં, સીજી રોડની સેવપુરીથી માંડીને બધું જ બહુ ભાવે છે, તે એક નંબરની ફુડી છે.

  ફેવરીટ ખોરાકની વાત કરતા રિયા કહે છે કે તેને ઢોકળા, દાળવડા, અમદાવાદનાં માણેકચોકનાં પિઝા, ખાંડવી, રાયપુરનાં ભજીયાં, સીજી રોડની સેવપુરીથી માંડીને બધું જ બહુ ભાવે છે, તે એક નંબરની ફુડી છે.

  16/20
 • તેને રન-વે પર રેમ્પ કરવાનું બહુ ગમે છે અને તે આખા યુનિવર્સ સામે ચાલતી હોય તેવું તેને ફિલ થાય છે.

  તેને રન-વે પર રેમ્પ કરવાનું બહુ ગમે છે અને તે આખા યુનિવર્સ સામે ચાલતી હોય તેવું તેને ફિલ થાય છે.

  17/20
 • તે પોતાના બધાં જ કામ એ રીતે કરવાનું પસંદ કરે છે કે તેની આવડત અને ટેલેન્ટથી તે ઝળકે, તે કહે છે કે પોતાના આ એટિટ્યુડને તે #shinebright ની ઓળખાણ આપે છે.

  તે પોતાના બધાં જ કામ એ રીતે કરવાનું પસંદ કરે છે કે તેની આવડત અને ટેલેન્ટથી તે ઝળકે, તે કહે છે કે પોતાના આ એટિટ્યુડને તે #shinebright ની ઓળખાણ આપે છે.

  18/20
 • તે હજી ઘણું બધું કરવા માગે છે અને તે પોતાના ફ્યુચર પ્રોજેક્ટ્સ અંગે હાલમાં મૌન રાખવા માગે છે અને કહે છે કે પોતાના સપનાં વિષે હમણાં ચુપ જ રહેશે કારણકે વાત કરવા કરતાં સપનું પુરું કરવામાં વધારે મજા છે.

  તે હજી ઘણું બધું કરવા માગે છે અને તે પોતાના ફ્યુચર પ્રોજેક્ટ્સ અંગે હાલમાં મૌન રાખવા માગે છે અને કહે છે કે પોતાના સપનાં વિષે હમણાં ચુપ જ રહેશે કારણકે વાત કરવા કરતાં સપનું પુરું કરવામાં વધારે મજા છે.

  19/20
 • રિયા સુબોધને તેનાં તમામ સપનાં પુરા કરવા માટે ગુજરાતી મિડ.ડે.કોમ તરફથી ઑલ ધી બેસ્ટ.

  રિયા સુબોધને તેનાં તમામ સપનાં પુરા કરવા માટે ગુજરાતી મિડ.ડે.કોમ તરફથી ઑલ ધી બેસ્ટ.

  20/20
 • loading...

ફોટોઝ વિશે

મૉડલિંગ ક્ષેત્રે આગળ આવવું સરળ નથી હોતું, રિયા સુબોધ મૂળ અમદાવાદની છે અને તેણે મૉડલિંગના ક્ષેત્રે સ્પર્ધાત્મક તબક્કાઓમાં એક પછી એક સફળતાના શિખરો સર કર્યા અને પોતાની આગવી ઓળખ બનાવી છે. MTVની ઇન્ડિયાઝ નેક્સ્ટ ટોમ મોડલ સિઝન 3માં તેણે બધાને પ્રભાવિત કર્યા હતા. કરો રિયાની સુંદર તસવીરો પર એક નજર.

તસવીર સૌજન્ય- ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK