02 February, 2026 12:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગોવિંદાએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી (ડાબે), ગોવિંદાની આ ગાડીની સવારી સોશ્યલ મીડિયામાં ચર્ચાસ્પદ બની હતી
ગોવિંદાએ તાજેતરમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની લખનઉસ્થિત તેમના સરકારી આવાસ પર મુલાકાત લીધી હતી. આ મુલાકાતની તસવીરોમાં ગોવિંદા અને યોગી આદિત્યનાથ સાથે પોઝ આપતા નજરે પડે છે. નોંધનીય છે કે ગોવિંદા હાલ ઉત્તર પ્રદેશમાં છે અને એના અનેક વિડિયો સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે.
હાલમાં ગોવિંદાનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો જેમાં તે ઍરપોર્ટ પરથી બહાર આવીને ટૅક્સીમાં બેસતો જોવા મળ્યો હતો. આ વિડિયો સામે આવ્યા બાદ સોશ્યલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ હતી કે ગોવિંદા સસ્તી ગાડીમાં મુસાફરી કરી રહ્યો છે અને તેનો ડાઉનફૉલ ચાલી રહ્યો છે, પરંતુ હવે આ વિડિયો પાછળની સાચી હકીકત સામે આવી છે.
આ વિડિયો આગરા ઍરપોર્ટનો હોવાનું જાણવા મળ્યું છે. આગરાનું ઍરપોર્ટ ભારતીય વાયુસેનાનું છે જ્યાં સુરક્ષાનાં કારણોસર પર્સનલ ગાડીઓને પ્રવેશની મંજૂરી આપવામાં આવતી નથી. ગોવિંદા જે ગાડીમાં બેઠો હતો એને ઍરપોર્ટ પર આવવાની ખાસ પરવાનગી હતી અને આ ગાડી પર ‘ભારત સરકાર’ લખેલું હતું. આવી સ્થિતિમાં નાની ગાડીમાં મુસાફરી કરવાને આધારે ગોવિંદાના ડાઉનફૉલનો દાવો સંપૂર્ણપણે ખોટો સાબિત થાય છે.