જેનેલિયા અને રિતેશ બન્નેએ લગ્નની ૧૪મી વર્ષગાંઠે એકબીજા પર વરસાવ્યો પ્રેમ

04 February, 2026 10:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જેનેલિયાએ સોશ્યલ મીડિયા પર પોતાની લગ્નથી લઈને પીઠી અને સગાઈ સુધીની અનેક સુંદર તસવીરો શૅર કરી છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

ગઈ કાલે જેનેલિયા દેશમુખ અને રિતેશ દેશમુખની ૧૪મી મૅરેજ-ઍનિવર્સરી હતી. આ ખાસ અવસર પર બન્નેએ એકબીજા માટે સોશ્યલ મીડિયા પર પ્રેમભર્યા સંદેશ શૅર કર્યા છે.

જેનેલિયાએ સોશ્યલ મીડિયા પર પોતાની લગ્નથી લઈને પીઠી અને સગાઈ સુધીની અનેક સુંદર તસવીરો શૅર કરી છે. તસવીરો સાથે કૅપ્શનમાં તેણે લખ્યું, ‘હું આજે, કાલ અને હંમેશાં તને પ્રેમ કરું છું, મારા સાથી. તું મારા જીવનનો સૌથી સુંદર અધ્યાય રહીશ. વર્ષગાંઠ મુબારક હો રિતેશ.’

રિતેશે પણ સોશ્યલ મીડિયા પર જેનેલિયા સાથેનો ફની વિડિયો શૅર કરીને નોંધ લખી છે કે ‘લગ્નને ૧૪ વર્ષ થઈ ગયાં, આ વનવાસ ક્યારેય પૂરો ન થાય. હૅપીવાલી ઍનિવર્સરી બાયકો.’

genelia genelia dsouza riteish deshmukh celebrity wedding social media entertainment news bollywood bollywood news