ગજરાજ રાવ અને દિવ્યેન્દુ શર્મા લઈને આવ્યા ‘થાઇ મસાજ’

20 May, 2022 10:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગજરાજ રાવ અને દિવ્યેન્દુ શર્માની ‘થાઇ મસાજ’ ૨૬ ઑગસ્ટે રિલીઝ થવાની છે. આ ફૅમિલી એન્ટરટેઇનરને ઇમ્તિયાઝ અલી, ટી-સિરીઝ અને રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટે પ્રોડ્યુસ કરી છે.

ગજરાજ રાવ અને દિવ્યેન્દુ શર્મા લઈને આવ્યા ‘થાઇ મસાજ’

ગજરાજ રાવ અને દિવ્યેન્દુ શર્માની ‘થાઇ મસાજ’ ૨૬ ઑગસ્ટે રિલીઝ થવાની છે. આ ફૅમિલી એન્ટરટેઇનરને ઇમ્તિયાઝ અલી, ટી-સિરીઝ અને રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટે પ્રોડ્યુસ કરી છે. ત્રણ વખત નૅશનલ અવૉર્ડ જીતનાર મંગેશ હદવલેએ ફિલ્મની સ્ટોરી લખી અને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં દિવ્યેન્દુ અને ગજરાજની સાથે સની હિન્દુજા, રાજપાલ યાદવ, વિભા છિબર અને રશિયન ઍક્ટ્રેસ અલીના ઝેસોબીના પણ દેખાશે. આ ફિલ્મમાં ગજરાજ રાવ ૭૦ વર્ષની વ્યક્તિના રોલમાં દેખાશે. ફિલ્મનું શૂટિંગ ઉજ્જૈન અને થાઇલૅન્ડમાં કરવામાં આવ્યું છે. ફિલ્મનો સીન ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દિવ્યેન્દુ શર્માએ કૅપ્શન આપી હતી, ‘સુનો સુનો સુનો. અમે લઈને આવી રહ્યા છીએ નવી ફિલ્મ ‘થાઇ મસાજ’, જેની સ્ટોરી ૭૦ વર્ષની એક વ્યક્તિની છે. એને તમે ૨૦૨૨ની ૨૬ ઑગસ્ટે થિયેટર્સમાં સપરિવાર એન્જૉય કરજો.’

bollywood news entertainment news