મારા માટે સ્વતંત્રતા સૌથી મહત્ત્વની : મલાઇકા

13 October, 2021 05:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હું ઘણા એક્સપર્ટની સલાહ લઉં છું અને તેઓ ક્યાંથી આવ્યા છે અને તેમનું બૅકગ્રાઉન્ડ શું છે એ ચેક કર્યા બાદ કોઈની પણ સાથે કામ કરું છું. મારું માનવું છે કે દરેક મહિલા ઇમોશનલી અને ફાઇનૅન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ હોવી જોઈએ.’

મલાઇકા

મલાઇક અરોરા ખાનનું કહેવું છે કે તેના માટે સ્વતંત્રતા ખૂબ જ મહત્ત્વની છે. અરબાઝ ખાન સાથેના ડિવૉર્સ બાદ તે અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે. તે હવે ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ને હોસ્ટ કરતી જોવા મળશે. આ વિશે વાત કરતાં મલાઇકાએ કહ્યું હતું કે ‘મારું માનવું છે કે સ્વતંત્રતા સૌથી મહત્ત્વની છે. હું જ્યાં કામ કરું છું એ ફીલ્ડમાં મને હંમેશાં સારું કામ કરવા માટે પ્રોત્સાહન આપનાર માણસો મળ્યા એની મને ખુશી છે અને એ માટે હું પોતાને નસીબદાર પણ માનું છું. કોઈ પણ વસ્તુને એક્સપ્લોર કરતાં પહેલાં અથવા તો નવી શરૂઆત કરતી વખતે હું ડાયરેક્ટ એમાં કૂદી નથી પડતી. હું ઘણું રિસર્ચ કરું છું. હું ઘણા એક્સપર્ટની સલાહ લઉં છું અને તેઓ ક્યાંથી આવ્યા છે અને તેમનું બૅકગ્રાઉન્ડ શું છે એ ચેક કર્યા બાદ કોઈની પણ સાથે કામ કરું છું. મારું માનવું છે કે દરેક મહિલા ઇમોશનલી અને ફાઇનૅન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ હોવી જોઈએ.’

bollywood news bollywood gossips bollywood entertainment news malaika arora