માનુષી છિલ્લર એઇડ્સ વિશે ભારતમાં ફેલાવશે જાગરૂક્તા

01 December, 2019 11:38 AM IST  |  Mumbai | Harsh Desai

માનુષી છિલ્લર એઇડ્સ વિશે ભારતમાં ફેલાવશે જાગરૂક્તા

માનુષી છિલ્લર

માનુષી છિલ્લર બૉલીવુડમાં અક્ષયકુમારની ‘પૃથ્વીરાજ’ દ્વારા એન્ટ્રી કરી રહી છે, પરંતુ તે તેના સોશ્યલ વર્ક વિશે પણ ખૂબ જ જાણીતી છે. ૨૦૧૭માં મિસ વર્લ્ડ બન્યા બાદ તેણે નોન-પ્રોફિટ ઑર્ગેનાઇઝેશન ‘પ્રોજેક્ટ શક્તિ’ની શરૂઆત કરી હતી, જે ઇન્ડિયામાં મહિલાઓમાં મૅન્સ્ટ્રુએશન વિશે જાગરૂક્તા ફેલાવે છે. મોટાભાગની મોડલ મિસ વર્લ્ડ બનીને સીધી ફિલ્મોમાં આવે છે, પરંતુ માનુષીએ અલગ રસ્તો પસંદ કર્યો હતો. તે ઇન્ડિયાના ૨૦થી વધુ ગામડાઓમાં મૅન્સ્ટ્રુએશન વિશે કૅમ્પેન ચલાવી રહી છે. આજે ‘પ્રોજેક્ટ શક્તિ’ મહિલાઓમાં સૅનિટરી પૅડ ફ્રીમાં પૂરા પાડે છે. તેમ જ આ પૅડ બનાવવા માટે તેઓ મહિલાઓને પસંદ કરી તેમને રોજગારી પણ પૂરી પાડી રહ્યાં છે.

આજે વર્લ્ડ એઇડ્સ દિન હોવાથી માનુષી ‘પ્રોજેક્ટ શક્તિ’ હેઠળ ભારતના ૨૦ ગામડાઓમાં મહિલાઓમાં જાગરૂક્તા ફેલાવવા કૅમ્પેન શરૂ કર્યું છે. તે પહેલાથી જે ગાડઓમાં કામ કરી રહી છે એ ગામડાઓમાં આ વિશે લોકોને જાગરૂક્ત કરશે અને ત્યાર બાદ અન્ય કમ્યુનિટીને પસંદ કરશે. આ વિશે માનુષીએ કહ્યું હતું કે ‘એઇડ્સ વિશે મહિલાઓમાં જાગરૂક્તા ન હોવાથી આપણા દેશમાં તેઓ હંમેશાં રિસ્કમાં રહે છે. અમે ભારતભરમાં ઘણી મહિલાઓ સાથે કામ કરીએ છીએ અને તેમને એઇડ્સ વિશે જરૂરી માહિતી આપી તેમની કોમ્યુનિટીને માહિતગાર કરવાનો પ્રયાસ કરીશું. આપણા દેશમાં એઇડ્સ વિશે ફાઇટ આપવી ખૂબ જ જરૂરી છે અને મારાથી બનતાં તમામ પ્રયત્ન હું કરીશ.’

આ પણ વાંચો : ડિરેક્શનને સ્ત્રી અથવા તો પુરુષ સાથે કોઈ લેવા-દેવા નથી : ફારાહ ખાન

‘પ્રોજેક્ટ શક્તિ’ વિશે જણાવતાં માનુષીએ કહ્યું હતું કે ‘સોશ્યલ ચૅન્જ લાવવા માટે મેં ત્રણ વર્ષ પહેલાં શરૂઆત કરી હતી. અમે ભારતના ૧૨ રાજ્યમાં કામ કરીએ છીએ અને બહુ જલદી આફ્રિકા ખંડમાં પણ કામ શરૂ કરીશું. નૅચરલ ફાઇબરમાંથી સેનિટરી પૅડ બનાવવા માટે અમે મશિન પૂરા પાડીએ છીએ. જરૂરી સાધનો પૂરા પાડી અમે મહિલાઓને રોજગારી પૂરી પાડી તેમને એમપાવર કરીએ છીએ. તમે લોકોને મદદ કરી શકો છો, પરંતુ ‘પ્રોજેક્ટ શક્તિ’નું કામ લોકોને મદદની સાથે તેમણે જરૂરી સ્કિલ શીખવાડી તેમને સશક્ત બનાવવાનું છે.’

bollywood news entertaintment