Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ડિરેક્શનને સ્ત્રી અથવા તો પુરુષ સાથે કોઈ લેવા-દેવા નથી : ફારાહ ખાન

ડિરેક્શનને સ્ત્રી અથવા તો પુરુષ સાથે કોઈ લેવા-દેવા નથી : ફારાહ ખાન

30 November, 2019 11:04 AM IST | Mumbai

ડિરેક્શનને સ્ત્રી અથવા તો પુરુષ સાથે કોઈ લેવા-દેવા નથી : ફારાહ ખાન

ફારાહ ખાન

ફારાહ ખાન


ફારાહ ખાનનું કહેવું છે કે ફિલ્મોને માત્ર પુરુષ જ ડિરેક્ટ કરી શકે એવું નથી. તે‌ણે શરૂઆતથી જ મહિલા ડિરેક્ટરનો ટૅગ પોતાનાં નામ પરથી હટાવી દીધું છે. તેણે ૨૦૦૪માં આવેલી શાહરુખ ખાનની ‘મૈં હું ના’થી ડિરેક્શનમાં હાથ અજમાવ્યા હતાં. ડિરેક્શન વિશે ફારાહ ખાને કહ્યું હતું કે ‘ખરું કહું તો હું નથી માનતી કે ડિરેક્શનને પૂરુષ અથવા તો સ્ત્રી સાથે કોઈ લેવા દેવા હોય. આ કામને સ્ત્રી અથવા તો પુરુષ સાથે કોઈ લેવા-દેવા નથી. આ ટૅગને તો મેં શરૂઆતથી જ નકારી કાઢી હતી. એ ખૂબ જ અજીબ કહેવાય કે કેટલીક મહિલા ડિરેક્ટર્સ આ ટૅગનો સ્વીકાર પણ કરે છે અને એને એન્જૉય પણ કરે છે. ત્યાર બાદ તમે જેન્ડર અને એક સમાન વેતન વિશે પણ વાત કરો છો.’
ગોવામાં યોજવામાં આવેલાં ૫૦માં ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં લોકોએ કામની પ્રશંસા કરવી જોઈએ એ વિશે વધુ જણાવતાં ફારાહ ખાને કહ્યું હતું કે ‘હું વધુ વ્યવસ્થિત, વધુ મહેનતી અને મારા કામમાં પણ સારી છું. જોકે મારું એમ પણ માનવું છે કે જો ‘મૈં હું ના’માંથી મારું નામ કાઢી નાખવામાં આવે અને ફરહાન ખાન લખવામાં આવે તો તમને એ કઇ રીતે જાણ થશે કે ફિલ્મ મહિલા કે પુરુષે ડિરેક્ટ કરી છે?’
સાથે જ મોટા હીરોની ફિલ્મોને લોકો જોવા જાય છે અને મહિલા પ્રધાન ફિલ્મોને વધુ મહત્ત્વ નથી આપતાં. એ સંદર્ભે પોતાનાં વિચાર જણાવતાં ફારાહ ખાને કહ્યું હતું કે ‘જો કોઈ અભિનેત્રીને એમ લાગતું હોય કે તે‌ણે જેટલી મહેનત કરી છે, એની સરખામણીએ તેને વેતન નથી મળતું. તો એ એક બિઝનેસનો માપદંડને કારણે છે. સુપરસ્ટારની ફિલ્મો બૉક્સ-ઑફિસ પર વધુ બિઝનેસ રળી આપે છે અને એનાં માટે હું દર્શકોને દોષ આપીશ. દર્શકો મહિલા પ્રધાન ફિલ્મો જોવાને બદલે સુપરસ્ટારની ફિલ્મો જોવાનું વધુ પસંદ કરે છે. જે સમયે લોકોની આ માનસિકતા બદલાઈ જશે એ સમયે જ મહિલા પ્રધાન ફિલ્મો પણ સો કરોડનાં ક્લબમાં સામેલ થઈ જશે.’


Whatsapp-channel Whatsapp-channel

30 November, 2019 11:04 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK