રશ્મિકાએ બાજી મારી

18 October, 2021 03:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે મોસ્ટ ઇન્ફ્યુએન્સર ઍક્ટરમાં સમન્થા, વિજય દેવરાકોન્ડા અને યસને પાછળ છોડ્યા

રશ્મિકા મંદાના

રશ્મિકા મંદાનાએ હાલમાં સાઉથના તમામ સુપરસ્ટારને પાછળ છોડી દીધા છે. ફૉર્બ્સ ઇન્ડિયા દ્વારા હાલમાં મોસ્ટ ઇન્ફ્યુએન્સર ઍક્ટર્સનાં નામ જાહેર કરવામાં આવ્યાં છે. આ નામ તામિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઍક્ટર્સનાં છે. ફૉર્બ્સ ઇન્ડિયા દ્વારા સોશ્યલ મીડિયા પર કોનું કેટલુ એન્ગેજમેન્ટ છે, કોને વધુ વ્યુઝ મળે છે, કોને વધુ લાઇક અને કમેન્ટ્સ મળે છે જેવી માહિતી પર નજર રાખવામાં આવી છે. રશ્મિકા હાલમાં બૉલીવુડમાં ડેબ્યુ કરી રહી છે અને એથી તે ખૂબ પૉપ્યુલર થઈ ગઈ છે. આ લિસ્ટમાં તે ૧૦માંથી ૯.૮૮ સ્કોર સાથે પહેલા ક્રમે છે. ૯.૬૭ સ્કોર સાથે વિજય દેવરાકોન્ડા બીજા ક્રમે, ૯.૫૪ સાથે યશ ત્રીજા ક્રમે છે. સમન્થા રૂથ પ્રભુ તેના ડિવૉર્સને લઈને ચર્ચામાં રહી છે અને તે ૯.૪૯ સ્કોર સાથે ચોથા ક્રમે છે. અલુ અર્જુન ૯.૪૬ના સ્કોર સાથે આ લિસ્ટમાં પાંચમા ક્રમાંકે છે.

entertainment news bollywood bollywood news bollywood gossips