રણબીર-આલિયાની બ્રહ્માસ્ત્રની પહેલી ઝલક છે જબરદસ્ત

06 March, 2019 04:52 PM IST  |  મુંબઈ

રણબીર-આલિયાની બ્રહ્માસ્ત્રની પહેલી ઝલક છે જબરદસ્ત

બ્રહ્માસ્ત્રનો લોગો રીલિઝ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની વર્ષ 2019ની મોસ્ટ અવેઈટેડ ફિલ્મોમાંથી એક બ્રહ્માસ્ત્રનો લોગો રીલિઝ થઈ ગયો છે. અયાન મુખર્જી નિર્દેશિત ફિલ્મનો લોગો શેર કરતા કરણ જોહરે લખ્યું છે કે- તમામ શસ્ત્રો એક જેવા નથી હોતા. તેમાંથી સૌથી શક્તિશાળીને અહીં રજૂ કરી રહ્યા છે. બ્રહ્માસ્ત્રનો આધિકારીક લોગો.

જાણકારી પ્રમાણે બ્રહ્માસ્ત્ર એક સુપર હીરો ફિલ્મ છે. તે એક ટ્રિલોજી ફિલ્મ છે. હોલીવુડમાં આ પ્રકારની ફિલ્મો બને છે. પરંતુ બોલીવુડમાં આવા પ્રયોગો બહુ ઓછા થયા છે. જેથી આ હિંદી સિનેમામાં એક નવી શરૂઆત છે. બ્રહ્માસ્ત્રને લઈને આટલો હાઈપ એટલા માટે છે, કારણ કે ફિલ્મમાં જબરદસ્ત વિઝ્યુઅલ્સ અને સ્પેશિયલ ઈફેક્ટસ જોવા મળશે.

શિવરાત્રીના દિવસે જ રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અયાન મુખર્જીએ કુંભ મેળામાં ફિલ્મના લોગોને ડિજિટલી રીલિઝ કર્યો હતો. આ માટે તેઓ ખાસ વિમાનથી અલાહાબાદ ગયા હતા. જેમાં ડ્રોનના માધ્યમથી પ્રયાગરાજના આકાશમાં લોગોને ક્રિએટ કરવામાં આવ્યો હતો અને બ્રહ્માસ્ત્ર લખવામાં આવ્યું હતું. તેનો વીડિયો પણ કરણે સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.

બ્રહ્માસ્ત્ર ક્રિસમસ પર રિલીઝ થશે. ફિલ્મમાં રણબીર અને આલિયાની સાથે અમિતાભ બચ્ચન અને મૌની રૉય પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. મૌની રૉયે ગયા વર્ષે અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડથી પોતાની બોલીવુડની પારીની શરૂઆત કરી હતી. મૌનીએ લોગો શેર કરતા કહ્યું કે, બ્રહ્માસ્ત્ર- જ્યારે એક થઈ જાય તો બની જાય છે અસ્ત્રોનો દેવતા.

આ પણ વાંચોઃ કુંભમાં થયો જાદૂ, 150 ડ્રોન ઉડ્યા અને આસમાનમાં ચમક્યું બ્રહ્માસ્ત્ર, જુઓ તસવીરો

રણબીરની આ પહેલી સુપર હીરો ફિલ્મ છે. ગયા વર્ષે આવેલી તેમની ફિલ્મ સંજૂ બૉક્સ ઑફિસ પર ખૂબ જ સફળ રહી હતી.

karan johar alia bhatt ranbir kapoor ayan mukerji