Amitabh Bachchanના શૂટિંગ પહેલા સેટ પર અકસ્માત, ફાર્મહાઉસ તબાહ

04 May, 2019 02:47 PM IST  |  મુંબઈ

Amitabh Bachchanના શૂટિંગ પહેલા સેટ પર અકસ્માત, ફાર્મહાઉસ તબાહ

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન હાલ સાઉથની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. જો કે ફિલ્મનું શૂટિંગ શરૂ થાય તે પહેલા જ સેટ પર દુર્ઘટના બની છે. અમિતાભ બચ્ચનની ફિલ્મ રા નરસિમ્હ રેડ્ડીનો સેટ સળગીને રાખ થઈ ગયો છે. સાઉથના સુપરસ્ટાર ચિતંજીવીના ફાર્મ હાઉસ પર બનાવાયેલો સેટ સળગીને ખાખ થઈ ગયો છે. અમિતાભ બચ્ચન શૂટિંગ માટે આ સેટ પર પહોંચવાના જહતા. જો કે એ પહેલા જ સેટ પર આગ લાગી ગઈ. જો કે આ ઘટનામાં કોઈને ઈજા નથી પહોંચી.

 

મેગાસ્ટાર ચિરંજીવી પોતાની 151મ ફિલ્મ રા નરસિમ્હા રેડ્ડીનું શૂટિંગ કરી રહ્યા છે. ગાંદીપેટ પોલીસના નિવેદન પ્રમાણે હૈદરાબાદના કોાપેટમાં શોર્ટ સર્કિટને કારણે ચિરંજીવીના ફાર્મ હાઉસ પર બનેલા સેટ પર આગ લાગી ગઈ. માહિતી મળ્યા બાદ ફાયરબ્રિગેટે આગ પર કાબુ મેળવ્યો. જો કે એ પહેલા 2 કરોડ રૂપિયાની સંપત્તિ બળીને ખાખ થઈ ચૂકી છે.

આ પણ વાંચોઃ એલેક્ઝિના ગ્રેહામઃ જુઓ વિક્ટોરિયાઝ સીક્રેટ એંજલની સિઝલિંગ તસવીરો

ફિલ્મ સાથે જોડાયેલા કૃષ્ણામૂર્તિએ સોશિયલ મીડિયા પર વીડિયો શૅર કરીને આ આગની માહિતી આપી છે. તેમણે આ પોસ્ટમાં ચિરીંજીવીના ફાર્મહાઉસ પર આગ લાગવાની માહિતી આપી છે. કૃષ્ણા મુર્તિએ આ પોસ્ટમાં અમિતાભ બચ્ચનને પણ ટેગ કરીને માહિતી આપી કે બિગ બી પણ શૂટિંગ માટે અહીં પહોંચવાના હતા.

amitabh bachchan chiranjeevi