ડૉક્ટર્સ માટે અપમાનજનક શબ્દો બોલનાર સુનીલ પાલ વિરુદ્ધ એફઆઇઆર

07 May, 2021 01:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગરીબ લોકોને કોવિડના નામે ડરાવવામાં આવે છે. તેમને અપમાનિત કરવાની સાથે તેમનું શોષણ કરવામાં આવે છે કે બેડ નથી, પ્લાઝમા નથી, દવા નથી વગેરે-વગેરે.’ આ વિડિયોને કારણે તેના પર એફઆઇઆર કરવામાં આવ્યો છે.

ડૉક્ટર્સ માટે અપમાનજનક શબ્દો બોલનાર સુનીલ પાલ વિરુદ્ધ એફઆઇઆર

કોરોનામાં જે પ્રકારે ડૉક્ટર્સ લોકોની સેવા કરી રહ્યા છે એને જોતાં તેમના માટે ઘસાતું બોલનાર કૉમેડિયન સુનીલ પાલ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો છે. અસોસિએશન ઑફ મેડિકલ કન્સલ્ટન્ટનાં હેડ ડૉક્ટર સુશ્મિતા ભટનાગરે અંધેરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે. પોલીસને આપેલા નિવેદનમાં ડૉક્ટર સુશ્મિતા ભટનાગરે જણાવ્યું હતું કે સોશ્યલ મીડિયામાં એક વિડિયો વાઇરલ થયો છે. એ વિડિયોમાં સુનીલ પાલ કહી રહ્યો છે કે ‘ડૉક્ટર્સ ભગવાનનું રૂપ છે, પરંતુ ૯૦ ટકા ડૉક્ટર્સે ભયાવહ રૂપ લઈ લીધું છે. તેઓ કપટી હોય છે. ગરીબ લોકોને કોવિડના નામે ડરાવવામાં આવે છે. તેમને અપમાનિત કરવાની સાથે તેમનું શોષણ કરવામાં આવે છે કે બેડ નથી, પ્લાઝમા નથી, દવા નથી વગેરે-વગેરે.’
આ વિડિયોને કારણે તેના પર એફઆઇઆર કરવામાં આવ્યો છે.

bollywood news bollywood bollywood gossips entertainment news