જાણો કેમ ‘બંટી ઔર બબલી 2’માં થઈ સૈફની એન્ટ્રી

22 November, 2021 02:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઓરિજિનલ કલાકારો સાથે સ્ટોરી આગળ લઈ જવી શક્ય ન હોવાથી ‘બંટી ઔર બબલી 2’માં થઈ સૈફની એન્ટ્રી

જાણો કેમ ‘બંટી ઔર બબલી 2’માં થઈ સૈફની એન્ટ્રી

સૈફ અલી ખાનનું કહેવું છે કે ‘બંટી ઔર બબલી 2’માં ઓરિજિનલ કલાકારોને લઈને સ્ટોરી આગળ વધારવાનું શક્ય ન લાગતાં તેને આ ફિલ્મ ઑફર કરવામાં આવી હતી. ૨૦૦૫માં આવેલી ‘બંટી ઔર બબલી’માં રાની મુખરજીની સાથે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન લીડ રોલમાં હતા. તેઓ આ સીક્વલનો ભાગ નથી. આ ફિલ્મમાં રાની મુખરજી, સૈફ અલી ખાન, સિદ્ધાંત ચતુર્વેદી અને શર્વરી વાઘ લીડ રોલમાં છે. આ નવી ‘બંટી ઔર બબલી 2’ વિશે સૈફ અલી ખાને કહ્યું હતું કે ‘પ્રામાણિકપણે કહું તો આદિએ મને કૉલ કરીને જણાવ્યું કે ઓરિજિનલ કલાકારો સાથે સ્ટોરી થાળે નથી પડી રહી અને અમે એ સ્ટોરીને આગળ નથી લઈ જઈ શકતા. એથી શું તું આ ફિલ્મ કરવા તૈયાર છે? મેં તેમને હા કહી દીધી હતી, કારણ કે આદિ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યો હતો અને તેને ફ્રૅન્ચાઇઝીને કેવી રીતે આગળ લઈ જવી એ માટેની સ્પષ્ટતા હોય છે. તેમને જ્યારે એમ લાગે કે માર્ગમાં કોઈ અડચણ છે તો તેઓ અન્ય માર્ગ લે છે. એથી આવું બન્યું અને એ બાબતે મારો દૃષ્ટિકોણ વ્યવહારિક છે.’

bollywood news bollywood bollywood gossips entertainment news