હાર્ટની બીમારીને લીધે પેસમેકર મૂકવું પડ્યું જયંતીલાલ ગડાને

21 July, 2021 01:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થોડા દિવસ પહેલાં જ તેમની ઑફિસમાં પડી ગયા હોવાની વાત ચાલી હતી

જયંતીલાલ ગડા

ફિલ્મ પ્રોડ્યુસર અને ડિસ્ટ્રિબ્યુટર જયંતીલાલ ગડાને હાર્ટની બીમારીને કારણે પેસમેકર મૂકવામાં આવ્યું છે. પેન સ્ટુડિયોના જયંતીલાલ ગડા થોડા દિવસ પહેલાં જ તેમની ઑફિસમાં પડી ગયા હોવાની વાત ચાલી હતી, પરંતુ તેમના દીકરા ધવલે એ વાતને ફગાવી દીધી હતી. તેમને સીધા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને હાર્ટની બીમારી થતાં ડૉક્ટરે સર્જરી કરી પેસમેકર મૂક્યું હતું. તેમને હવે હૉસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે અને તેઓ હવે સ્વસ્થ છે.

entertainment news bollywood bollywood news bollywood gossips