‘ફિલહાલ 2 મોહબ્બત’ લઈને આવી ગયાં નૂપુર સૅનન અને અક્ષયકુમાર

25 June, 2021 01:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અક્ષયકુમાર અને નૂપુર સૅનન તેમના ગીત ‘ફિલહાલ 2 મોહબ્બત’ લઈને આવી ગયાં છે. આ ગીતને જાનીએ લખ્યું છે અને અવાજ બી પ્રાકે આપ્યો છે.

અક્ષય કુમાર અને નૂૂપુર સેનોન

અક્ષયકુમાર અને નૂપુર સૅનન તેમના ગીત ‘ફિલહાલ 2 મોહબ્બત’ લઈને આવી ગયાં છે. આ ગીતને જાનીએ લખ્યું છે અને અવાજ બી પ્રાકે આપ્યો છે. આ પહેલાં તેઓ ‘ફિલહાલ’ લઈને આવ્યાં હતાં જે સુપર-ડુપર હિટ રહ્યું હતું. આ ગીત દ્વારા અક્ષયકુમારે વિડિયો સૉન્ગમાં ડેબ્યુ કર્યો હતો અને નૂપુરે પણ તેની કરીઅરની શરૂઆત કરી હતી. ગીતનો ફર્સ્ટ લુક શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી કે ‘દુઃખ હજી પણ થઈ રહ્યું છે... ‘ફિલહાલ’એ તમારા દિલને સ્પર્શ કર્યો હશે તો ‘ફિલહાલ 2 મોહબ્બત’ તમારા આત્માને સ્પર્શી જશે. આ ગીતનું ટીઝર ૩૦ જૂને રિલીઝ કરવામાં આવશે.’

આ ગીત વિશે નૂપુર સૅનને કહ્યું હતું કે ‘મારા માટે ‘ફિલહાલ’ ફક્ત એક સૉન્ગ નથી પરંતુ એક લાઇફટાઇમ ઑપોર્ચ્યુનિટી છે. આ ગીતની અદ્ભુત સફળતા માટે હું દર્શકો દ્વારા આપવામાં આવેલા પ્રેમ અને અક્ષય સરના સપોર્ટ માટે આભાર માનું છું. હવે અમે મોહબ્બતેં લઈને આવી રહ્યાં છીએ. આશા રાખું છું કે અમને પહેલાં જેવો જ પ્રેમ અને સપોર્ટ મળશે. આ ગીત તમારી સાથે શૅર કરવા માટે ખૂબ જ આતુર છું. મારા માટે આ ખૂબ જ અદ્ભુત અનુભવ રહ્યો છે.’

akshay kumar bollywood news entertainment news