૨૧ ફેબ્રુઆરીએ રજિસ્ટર્ડ મૅરેજ કરશે ફરહાન અને શિબાની?

15 January, 2022 01:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બન્નેનાં લગ્નની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે

ફરહાન અને શિબાની

ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર ૨૧ ફેબ્રુઆરીએ રજિસ્ટર્ડ મૅરેજ કરશે એવી ચર્ચા ચાલી રહી છે. ફરહાન અને શિબાની ૨૦૧૮થી રિલેશનમાં છે. બન્નેનાં લગ્નની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. તેઓ ભવ્ય લગ્ન કરવા માગે છે પરંતુ હાલમાં કોવિડની જે સ્થિતિ છે એને જોતાં તેઓ માત્ર નજીકના પરિવાર અને ફ્રેન્ડ્સની હાજરીમાં લગ્ન કરી લેશે. ફરહાન અખ્તરે આ અગાઉ સેલિબ્રિટી હેરસ્ટાઇલિસ્ટ અધુના ભાબાની સાથે લગ્ન કર્યાં હતાં. બાદમાં બન્નેના ડિવૉર્સ થઈ ગયા હતા. હવે ફરહાન અને શિબાની પોતાના રિલેશન પર પાક્કી મહોર લગાવી લગ્ન કરીને એકમેકનાં થઈ જવા માગે છે. જોકે બન્નેએ હજી સુધી લગ્ન વિશે કોઈ જાહેરાત નથી કરી.

entertainment news bollywood bollywood news bollywood gossips farhan akhtar shibani dandekar