મને ખબર છે કે મારો અવાજ પ્લેબૅક સિંગર જેવો નથી : ફરહાન અખ્તર

08 September, 2021 12:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફરહાન પોતાનું બૅન્ડ પણ ચલાવે છે અને તેણે પોતે પણ ઘણાં ગીતો ગાયાં છે

ફરહાન અખ્તર

ફરહાન અખ્તરનું કહેવું છે કે તેને જાણ છે કે તેનો અવાજ બાકીના પ્લેબૅક સિંગર જેવો નથી. ફરહાન પોતાનું બૅન્ડ પણ ચલાવે છે અને તેણે પોતે પણ ઘણાં ગીતો ગાયાં છે. જોકે તેને ઘણી વાર સોશ્યલ મીડિયા પર તેના અવાજને લઈને ટ્રોલ કરવામાં આવે છે. આ  વિશે વાત કરતાં ફરહાને કહ્યું હતું કે ‘હું એક વાત ખૂબ જ સારી રીતે જાણું છું કે મારો અવાજ એક પ્લેબૅક સિંગર જેવો નથી. ટ્રોલર્સને ધ્યાનમાં રાખીને કહું તો સિન્ગિંગને લઈને એક ક્વૉલિટી હોય છે. મારું સ્કિલ લેવલ અથવા તો મારો અવાજ એ ક્વૉલિટીમાં નથી આવતો. આ જ કારણ છે કે હું અન્ય લોકો માટે નથી ગાતો, કારણ કે હું પ્લેબૅક સિંગર નથી. મને જ્યારે લાગે કે મારી ફિલ્મમાં મારા અવાજ દ્વારા મારા પર્ફોર્મન્સને લોકો વધુ સારી રીતે સ્વીકારી શકશે તો હું એ માટે અવાજ આપું છું. હું આ પ્રોસેસને ખૂબ જ એન્જૉય કરું છું અને મને એનો જરા પણ પસ્તાવો નથી.’

entertainment news bollywood bollywood news farhan akhtar