08 September, 2026 11:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફારાહ ખાન
ફિલ્મમેકર અને કૉરિયોગ્રાફર ફારાહ ખાન અને શિરીષ કુંદરને બે દીકરીઓ દિવા અને અન્યા તેમ જ દીકરો ઝાર એમ ટ્રિપ્લેટ્સ સંતાનો છે. હવે આ બાળકો આગળના અભ્યાસ માટે મુંબઈથી દૂર અમેરિકા રવાના થઈ ગયાં છે. ત્રણેય અલગ-અલગ યુનિવર્સિટી અને ત્રણ અલગ-અલગ શહેરોમાં પોતાનો આગળનો અભ્યાસ પૂર્ણ કરશે. આ સંજોગોમાં બાળકોને વિદાય આપતી વખતે ફારાહ ખૂબ ઇમોશનલ થઈ ગઈ હતી.
ફારાહે સોશ્યલ મીડિયામાં ઘણી તસવીરો શૅર કરી હતી. આ તસવીરોમાં તે પોતાનાં ત્રણેય બાળકો સાથે સમય પસાર કરતી જોવા મળી રહી છે. ફારાહે પોસ્ટ સાથે લખ્યું હતું કે ‘જો તમને લાગે છે કે તમારા બાળકને કૉલેજ મોકલવું મુશ્કેલ છે તો આવું ત્રણ વખત કરીને જુઓ. ૩ શહેર, ૩ કૅમ્પસ... ૩ વિદાય. મારા હૃદયના ૩ ટુકડા. જાઓ... જી લો અપની ઝિંદગી... પણ યાદ રાખજો, બધા રસ્તા ફરી મમ્મી અને ડૅડ પાસે જ આવે છે.’