ધકધક ગર્લ માધુરીના ડાન્સ અને લૂકથી ચાહકો થયા 'તબાહ'

09 April, 2019 06:49 PM IST  |  મુંબઈ

ધકધક ગર્લ માધુરીના ડાન્સ અને લૂકથી ચાહકો થયા 'તબાહ'

માધુરીએ ચાહકોને કર્યા તબાહ

કરણ જોહરનો ડ્રીમ પ્રોજેક્ટ કલંક રિલીઝ થવા માટે તૈયાર છે. પરંતુ એ પહેલા આજે જ રિલીઝ થયેલું માધુરી દીક્ષિતનું ગીત તબાહ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. ગીતમાં માધુરીની એક એક અદાઓના ચાહકો દીવાના બની રહ્યા છે.


ગીત રિલીઝ થતા પહેલા ગીતમાં માધુરીને લૂક રિલીઝ થયો હતો. અને આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. ચાહકો માધુરીની એક એક અદાઓના વખાણ કરી રહ્યા છે. અને કાંઈક આવી કમેંટ કરી રહ્યા છે.



ફિલ્મમાં માધુરીના કિરદારનું નામ બેગમ બહાર છે. માધુરીના આ ડાંસ નંબરને રેમો ડિસૂઝા અને સરોજ ખાને કોરિયોગ્રાફ કર્યું છે. આ ગીત વિશે વાત કરતા માધુરીએ એક ઈંટરવ્યૂમાં કહ્યું હતું કે જ્યારથી મેં ગીત સાંભળ્યું ત્યારે જ લાગ્યું કે આ ગીત સરોજ જી જ ડિઝર્વ કરે છે. એટલે જ આ ગીતમાં સરોજ જી અને રેમોએ સાથે કામ કર્યું છે. માધુરીના અનેક હિટ ગીતોને સરોજ ખાને કોરિયોગ્રાફ કર્યા છે અને હવે તે વધુ એક હિટ ગીત લઈને આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ કલંકના ગીત 'તબાહ હો ગયે'માં માધુરીની અદાઓ તમને કરી દેશે તબાહ

madhuri dixit karan johar saroj khan remo dsouza