‘છૈયા છૈયા’માં શાહરુખને બાકાત કરતાં સૌએ સેફ્ટી હાર્નેસ પહેર્યું હતું : મણિ રત્નમ

28 September, 2022 03:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ગીતમાં તેની સાથે મલાઇકા અરોરાએ પણ પર્ફોર્મ કર્યું હતું

મણિ રત્નમ

ફિલ્મમેકર મણિ રત્નમે જણાવ્યું છે કે તેમની ફિલ્મ ‘દિલ સે’ના ‘છૈયા છૈયા’ ગીતમાં શાહરુખ ખાનને બાકાત કરતાં સૌએ સેફ્ટી હાર્નેસ પહેર્યું હતું. આ ગીતમાં તેની સાથે મલાઇકા અરોરાએ પણ પર્ફોર્મ કર્યું હતું. શાહરુખ વિશે મણિ રત્નમે કહ્યું કે ‘શાહરુખ ખાને સેફ્ટી હાર્નેસ ન પહેરવાની જીદ પકડી રાખી હતી, કારણ કે તે ચાહતો હતો કે કોચની જે સ્પેસ છે એ તેના પર્ફોર્મન્સ માટે કવર થઈ જાય. તમને દેખાશે કે કોચીસ પર ગીતમાં તે કૂદી રહ્યો છે, તમને દેખાશે કે તે આ ગીતને ખૂબ એન્જૉય કરી રહ્યો છે. લોકોની સલામતી અને સમયને ધ્યાનમાં રાખતાં અમે જેમ બને એમ વહેલાસર શૂટિંગ પૂરું કરવા માગતા હતા.’

‘પુનિયિન સેલ્વન 1’ની ટિકિટનો ભાવ ૧૦૦ રૂપિયા રાખવાની ઇચ્છા છે મણિ રત્નમની

મણિ રત્નમની ઇચ્છા છે કે તેમની આગામી ફિલ્મ ‘પુનિયિન સેલ્વન 1’ને લોકો ૧૦૦ રૂપિયાની ટિકિટમાં જોઈ શકે. એના માટે તેઓ મલ્ટિપ્લેક્સ માલિકો સાથે મુલાકાત કરીને ચર્ચા કરશે. આ ફિલ્મ ૩૦ સપ્ટેમ્બરે હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થવાની છે. ટિકિટનો ભાવ ૧૩૦, ૨૦૦, ૨૨૦, ૨૫૦ અને ૩૦૦ રૂપિયા સુધીનો છે. નવરાત્રિ હોવાથી મણિ રત્નમ દર્શકોને આ અવસર આપવા માગે છે. સાથે જ તેમની ઇચ્છા છે કે આ ફિલ્મ વધુમાં વધુ લોકો જોઈ શકે એથી તેઓ ટિકિટનો દર ૧૦૦ રૂપિયા રાખવા માગે છે. જોકે સમય આવતાં ટિકિટની કિંમતને લઈને વસ્તુસ્થિતિ સ્પષ્ટ 
થઈ જશે.

entertainment news bollywood news bollywood gossips bollywood Shah Rukh Khan mani ratnam upcoming movie