દેશની દરેક ભાષાને એકસરખું માન આપવું જોઈએ : આયુષમાન ખુરાના

23 May, 2022 02:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આયુષમાન ખુરાનાનું કહેવું છે કે દેશની દરેક ભાષાને એકસમાન માન આપવું જોઈએ.

આયુષમાન ખુરાના

આયુષમાન ખુરાનાનું કહેવું છે કે દેશની દરેક ભાષાને એકસમાન માન આપવું જોઈએ. હાલમાં દેશમાં ભાષાને લઈને ખાસ્સો વિવાદ ચાલી રહ્યો છે. સૌકોઈ ભાષા સંદર્ભે પોતાના વિચાર વ્યક્ત કરે છે. એવામાં દરેક ભાષાને સન્માન મળે એવી વાત આયુષમાને કહી છે. એ વિશે આયુષમાને કહ્યું કે ‘દેશની દરેક ભાષાને આપણે માન આપવું જોઈએ. જે લોકોને હિન્દી નથી આવડતી તેમની સાથે અલગ પ્રકારે વર્તન ન કરવું જોઈએ. એ બાબતથી કોઈ ફરક નથી પડતો કે ભાષા સામાન્ય છે કે નહીં, પરંતુ આપણાં સૌનાં દિલ એક હોવાં જોઈએ. આપણા દેશમાં ઘણીબધી ભાષાઓ છે, ધર્મ છે અને દર ૧૦ કિલોમીટરે તો ઉચ્ચાર પણ બદલાઈ જાય છે. વિવિધતા જ 
આપણા દેશની એકતાની સૌથી મોટી તાકત છે. આપણા દેશની દરેકેદરેક ભાષાને એકસમાન અગત્ય આપવી જોઈએ.’

bollywood news entertainment news