કૉમેડી ફિલ્મો બનાવવી આજે પણ મને અઘરું લાગે છે : ‘ભૂલભુલૈયા 2’ના ડિરેક્ટર અનીસ બઝ્મી

23 May, 2022 02:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ભૂલભુલૈયા 2’ના ડિરેક્ટર અનીસ બઝ્મીને આજે પણ કૉમેડી ફિલ્મો બનાવવી અઘરું લાગે છે.

અનીસ બઝ્મી

‘ભૂલભુલૈયા 2’ના ડિરેક્ટર અનીસ બઝ્મીને આજે પણ કૉમેડી ફિલ્મો બનાવવી અઘરું લાગે છે. આ અગાઉ તેમણે ‘નો એન્ટ્રી’, ‘વેલકમ’, ‘સિંઘ ઇઝ કિંગ’, ‘રેડી’ અને ‘મુબારકાં’ જેવી ફિલ્મો બનાવી હતી. આમ છતાં તેમને કૉમેડી અઘરી લાગે છે. એ વિશે અનીસ બઝ્મીએ કહ્યું કે ‘આ સાચું છે કે લોકો હસવાનું ભૂલી ગયા છે અને તેમને હસાવવા ખૂબ કપરું છે, કારણ કે અન્ય ઇમોશન્સને તો ઘડી શકાય પરંતુ કૉમેડી સાથે એવું શક્ય નથી. એ ખૂબ અઘરું છે. મેં ઘણીબધી ફિલ્મો લખી છે, પરંતુ આજે પણ મને કૉમેડી કઠિન કામ લાગે છે. ટાઇમિંગ અને મૂડનું સેટિંગ યોગ્ય રીતે ગોઠવવું જરૂરી છે. જે વસ્તુ સરળ દેખાતી હોય છે એ એટલી સરળ નથી હોતી. મેં રોમૅન્ટિક, કૉમેડી, સસ્પેન્સ, થ્રિલર ફિલ્મો બનાવી છે. જોકે કદી પણ હૉરર ફિલ્મો નહોતી બનાવી અને એથી મને લાગ્યું કે મારે એ પ્રકારની ફિલ્મ બનાવવી જોઈએ. ખૂબ મજા આવશે અને અમે બનાવી.’

bollywood news entertainment news