ત્રીજા દિવસે પણ ‘પઠાણ’એ બોક્સ ઑફિસ પર મચાવી ધૂમ, આટલા કરોડની કરી કમાણી

28 January, 2023 08:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શાહરૂખ ખાનની ફિલ્મ `પઠાણ` હિન્દી સિનેમા માટે વરદાન બનીને આવી છે. ગયા વર્ષે જે રીતે બોલિવૂડની ઘણી ફિલ્મો ફ્લોપ થઈ હતી. તેનાથી વિપરીત `પઠાણ`એ આ વર્ષની શરૂઆતમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન હાથ ધર્યુ છે

ફાઇલ તસવીર

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan)ની ફિલ્મ `પઠાણ` (Pathaan) હાલમાં સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. રિલીઝના પહેલા બે દિવસમાં રેકોર્ડબ્રેક કમાણી કરનાર `પઠાણ`એ પોતાના શાનદાર પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા છે. દરરોજ `પઠાણ`નું બોક્સ ઑફિસ કલેક્શન ઝડપથી વધી રહ્યું છે. `પઠાણ` ફિલ્મે ત્રીજા દિવસે પણ બોક્સ ઑફિસ પર ધમાકેદાર કમાણી કરી છે.

`પઠાણ`એ ત્રીજા દિવસે આટલા કરોડની કમાણી કરી

શાહરૂખ ખાનની ફિલ્મ `પઠાણ` હિન્દી સિનેમા માટે વરદાન બનીને આવી છે. ગયા વર્ષે જે રીતે બોલિવૂડની ઘણી ફિલ્મો ફ્લોપ થઈ હતી. તેનાથી વિપરીત `પઠાણ`એ આ વર્ષની શરૂઆતમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન હાથ ધર્યુ છે. રિલીઝના પહેલાં બે દિવસમાં ઐતિહાસિક કમાણી કરનાર `પઠાણ`એ સાબિત કરી દીધું છે કે હવે બોલિવૂડ બોક્સ ઑફિસ પર ફરી રાજ કરવા જઈ રહ્યું છે.

દરમિયાન, ત્રીજા દિવસે `પઠાણ`ની કમાણી પર નજર કરીએ તો પહેલા બે દિવસની જેમ તેમાં થોડો ઘટાડો નોંધાયો છે, પરંતુ નોન-હોલીડે પ્રમાણે `પઠાણ`ની આ કમાણી પણ વખાણવાલાયક ગણાય છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર, `પઠાણ`એ રિલીઝના ત્રીજા દિવસે એટલે કે શુક્રવારે બોક્સ ઑફિસ પર 38 કરોડનું કલેક્શન કર્યું છે. આ રીતે ફિલ્મે અત્યાર સુધીમાં 161 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જોકે, આગામી બે દિવસમાં `પઠાણ`ના કલેક્શનમાં ફરી બમ્પર બાઉન્સ જોવા મળી શકે છે.

આ પણ વાંચો: મસાબા ગુપ્તા-સત્યદીપ મિશ્રાના સ્ટારસ્ટડેડ રિસેપ્શનમાં આ ખાસ મહેમનોએ આપી હાજરી

આ છે `પઠાણ`નું કલેક્શન

શરૂઆતના દિવસે બોક્સ ઑફિસ પર રેકોર્ડબ્રેક 55 કરોડની કમાણી કરનાર `પઠાણ`એ સાબિત કરી દીધું છે કે શાહરૂખ ખાનની વાપસી મોટા પડદા પર ધમાકેદાર છે. `પઠાણ`એ રિલીઝના બીજા દિવસે 68 કરોડનું કલેક્શન કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આવી સ્થિતિમાં, એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે `પઠાણ`નો પહેલો વિસ્તૃત વીકેન્ડ 200 કરોડને પાર કરી જશે. કારણ કે અત્યાર સુધી `પઠાણ`એ ત્રણ દિવસમાં 161 કરોડથી વધુનું બોક્સ ઑફિસ કલેક્શન કર્યું છે.

entertainment news bollywood news Shah Rukh Khan pathaan