અમે જે પ્રકારે અમારાં બાળકોનો ઉછેર કર્યો છે એ જોતાં મારા પેરન્ટ્સને પણ ગર્વ થાત : શાહરુખ

13 November, 2022 01:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાહરુખ અને ગૌરી ખાનને આર્યન, સુહાના અને અબરામ નામનાં ત્રણ બાળકો છે

અમે જે પ્રકારે અમારાં બાળકોનો ઉછેર કર્યો છે એ જોતાં મારા પેરન્ટ્સને પણ ગર્વ થાત : શાહરુખ

શાહરુખ ખાનનું કહેવું છે કે મારાં ત્રણેય બાળકોનો જે પ્રકારે અમે ઉછેર કર્યો છે એ જોતાં મારા પેરન્ટ્સને પણ ગર્વ થતો હશે. શાહરુખ અને ગૌરી ખાનને આર્યન, સુહાના અને અબરામ નામનાં ત્રણ બાળકો છે. એક ઇન્ટરવ્યુ દરમ્યાન દરમ્યાન તેને પૂછવામાં આવ્યું હતું કે લોકો તરફથી જે પ્રેમ મળે છે એને જોઈને તારા પેરન્ટ્સ તને શું કહેત? એનો જવાબ આપતાં શાહરુખે કહ્યું કે ‘મારી મમ્મી સૌપ્રથમ મને એમ કહેત કે ‘તુમ બહોત પતલે હો ગયે હો, થોડા સા વજન બઢાઓ. કૈસા તુમ્હારા મુંહ હો ગયા હૈ. તુમ્હારે ગાલ અંદર ચલે ગયે હૈં. જ્યાદા ખાના ખા.’ જોકે મારાં મમ્મી-પપ્પાને મારી એક સિદ્ધિ પર ખૂબ ગર્વ થાત. મને લાગે છે કે અમે જે પ્રકારે અમારાં ત્રણેય બાળકોનો ઉછેર કર્યો છે એના પર તેમને ગર્વ થાત અને તેઓ ઘણાં ખુશ પણ હોત.’

entertainment news bollywood news Shah Rukh Khan