‘પૃથ્વીરાજ’નું શૂટિંગ શરૂ કરનાર માનુષી છિલ્લરનું કહેવું છે કે...

16 October, 2020 07:32 PM IST  |  Mumbai | Harsh Desai

‘પૃથ્વીરાજ’નું શૂટિંગ શરૂ કરનાર માનુષી છિલ્લરનું કહેવું છે કે...

અક્ષય કુમાર, માનુષી છિલ્લર

‘પૃથ્વીરાજ’નું શૂટિંગ શરૂ કરનાર માનુષી છિલ્લરનું કહેવું છે કે અક્ષયકુમાર તેને ખૂબ જ સપોર્ટ કરી રહ્યો છે. ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષીની આ પહેલી ફિલ્મ છે. અક્ષયકુમાર ‘બેલબૉટમ’નું શૂટિંગ પૂરું કરીને મુંબઈમાં આવેલા યશરાજ સ્ટુડિયોમાં ‘પૃથ્વીરાજ’નું શૂટિંગ કરી રહ્યો છે. માનુષીએ પણ 13 ઑક્ટોબરથી શૂટિંગ શરૂ કર્યું હતું. આ ફિલ્મમાં તે રાજાની પ્રેમિકા રૂપસુંદરી સંયોગિતાનું પાત્ર ભજવી રહી છે. યશરાજ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મને ડૉક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી ડિરેક્ટ કરી રહ્યા છે. અક્ષકુમાર સાથે કામ શરૂ કરવા વિશે માનુષીએ કહ્યું હતું કે ‘મારી આ પહેલી ફિલ્મ છે એમ છતાં હું સેટને મિસ કરી રહી હતી. ‘પૃથ્વીરાજ’નું શૂટિંગ ફરી શરૂ કર્યું હોવાથી હું ખૂબ જ ઉત્સુક છું. હું રોજ શૂટિંગ કરવા માટે આતુર છું, કારણ કે મને ઘણુંબધું જાણવા અને શીખવા મળી રહ્યું છે. અક્ષય સર સાથે સેટ પર હોવાને લઈને હું ખૂબ જ ઉત્સાહિત રહું છું, કારણ કે તેમની પાસેથી મને ઘણું શીખવા મળે છે. આ ટીમ સાથે કામ કરવા માટે હું પોતાને નસીબદાર માનું છું. તમારી પહેલી ફિલ્મ હોય ત્યારે તમે તમારું બેસ્ટ પર્ફોર્મન્સ આપો એને લઈને એ ખૂબ જ મુશ્કેલ બની જાય છે. જોકે અક્ષય સર અને અન્ય લોકો પણ મને ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે.’

entertainment news bollywood bollywood news bollywood gossips upcoming movie akshay kumar manushi chhillar harsh desai