‘અર્ધ’ના શૂટિંગ દરમ્યાન રાજપાલ યાદવને ખરેખર ટ્રાન્સજેન્ડર માની લીધો હતો લોકોએ

24 May, 2022 02:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજપાલ યાદવે ‘અર્ધ’માં ટ્રાન્સજેન્ડરની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મનું શૂટિંગ ઘણી પબ્લિક પ્લેસમાં કરવામાં આવ્યું હતું.

રાજપાલ યાદવ

રાજપાલ યાદવે ‘અર્ધ’માં ટ્રાન્સજેન્ડરની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મનું શૂટિંગ ઘણી પબ્લિક પ્લેસમાં કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન ઘણા લોકો તેને ઓળખી નહોતા શક્યા અને તેને સાચે જ ગે માની બેઠા હતા. આ વિશે વાત કરતાં રાજપાલ યાદવે કહ્યું હતું કે ‘અમે જ્યારે શૂટિંગ કરી રહ્યા હતા હતા ત્યારે હું કિન્નરના ડ્રેસમાં હતો અને ટ્રાફિ​કમાંથી પસાર થઈ રહ્યો હતો. ઇન્ટરેસ્ટિંગ વાત એ હતી કે મને કોઈએ ઓળખ્યો નહોતો અને એક જણે તો મને દસ રૂપિયાની નોટ પણ પકડાવી દીધી હતી. તે મને ઓરિજિનલ કિન્નર સમજી બેઠો હતો. એક ઍક્ટર તરીકે આ મારા માટે ખૂબ જ સારો એક્સ્પીરિયન્સ હતો.’

bollywood news entertainment news rajpal yadav