કરણ જોહર માટે અનન્યા પાન્ડે છે બૉલીવુડની નવી આલિયા ભટ્ટ?

07 September, 2019 11:23 AM IST  |  મુંબઈ

કરણ જોહર માટે અનન્યા પાન્ડે છે બૉલીવુડની નવી આલિયા ભટ્ટ?

કરણ જોહર

કરણ જોહરનું માનવું છે કે અનન્યા પાન્ડે બૉલીવુડની નવી આલિયા ભટ્ટ છે. અનન્યાએ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તે હાલમાં કાર્તિક આર્યન સાથે ‘પતિ, પત્ની ઔર વો’માં કામ કરી રહી છે. થોડા સમય પહેલાં જ ઈશાન ખટ્ટર સાથેની ‘ખાલી પિલી’નો તેનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો હતો. કરણ જોહરની ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’થી આલિયાએ બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેને સૌકોઈએ વધાવી લીધી હતી.

આ પણ વાંચો : અનન્યા પાન્ડે પર કેમ ફરી ભડક્યો કાર્તિક આર્યન?

ત્યાર બાદ તે સફળતાના અનેક હાઇવે પસાર કરતી ગઈ છે. બૉલીવુડની તે મોસ્ટ બૅન્કેબલ સ્ટાર ગણાય છે. અનન્યાની લોકપ્રિયતા પણ ખાસ્સી વધી રહી છે. આ જ કારણ છે કે કરણ માને છે કે તે બૉલીવુડની નવી આલિયા ભટ્ટ છે.

karan johar Ananya Panday bollywood news alia bhatt